SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ મેળવનારને પણ પોતાના નિર્વાહ માટે દીન થઈ અથડાવું પડે, તે દેશને શું ઉદ્ધાર કરવાના હતા? કેટ, પાટલુન, કેલર, નેકટાઈથી સજજ બની ફાંકડા ફક્કડ થઈ જેન્ટલમેનની માફક મોજે મજાહ ઉડાવવામાં વિદ્યાની મહત્તા નથી, પણ પિતાની વિદ્યાશક્તિથી વિશ્વમાં સત્યની ધજા ફરકાવવામાં, દુઃખીની દયા કરવામાં અને દેશની સેવા કરવામાં જ. વિદ્યાની મહત્તા છે. વિદ્યાભિલાષીઓ અને વિદ્યાના ઉપાસકનું પણ આવું જીવન બની ગયું છે. એ બધા ભાડુતી વિદ્વાનનો પ્રભાવ છે. માટેજ ચારિત્રવાન ગુરૂઓના સંગમાં વિદ્યા સાર્થક થાય છે. પાંચ દશ રૂપિયાના પગારદાર મારો પતે જુઠ બોલનાર હોય, સ્વાર્થી, વિષયી, ક્રોધી, લેભી હોય, માયાના આવરણમાં મહાસક્ત હેય, શિક્ષણમાં પણ (A Stick is strength but not love) પ્રેમના શિક્ષણથી નહિ, પણ લાકડીના મારથી, તમાચાના ભયથી અને ખરાબ ગાળોથી શિક્ષણ અપાતું હોય ત્યાં બાળકનાં જીવને વિકસિત થાયજ શાના? આજે કેળવણી લેનારા બધા તે નહિ, પણ ઘણા ખરા બીજાઓની કમાણી ઉપર તાગડધિન્ના કરી વિદ્યાને લજાવવા જેવું કરતા જણાય છે. પાંચ પચીસ વરસ સુધી હજારો રૂપિયાનો ખરચ કરી, શરીર એસવી, રૂધિરનું પાણી કરી કેળવણી લેનારા વિદ્વાને ગરીબેને છેતરવામાં, પ્રપંચમાં ફસાવવામાં, મેજશોખ માણવામાં, પાંચે ઇકિયેના વિષએની વૃદ્ધિ કરવામાં પૈસા કમાવવાનાજ સ્વાર્થમાં, યુક્તિઓથી બીજાઓને છેતરી તેમના પૈસા કરવામાં, ઘોડાગાડી અને મેટરોની મુસાફરી કરી જ માણવામાં, ઇસ્કીટાઈટ ફક્કડ બનવામાં, તેઓની જીંદગી વ્યતીત થતી જોવામાં આવે છે. આટલી કેળવણી પામ્યા છતાં દુઃખીને જોઈને હૃદય દાઝતું નથી, ટીપાટ, દુધપાટ તથા હટેલેમાં હજારે ઉડાવે પણ જન સમાજના હિત માટે સેકડો આપતાં પણ અચકાતા હેય, દયા, શાંતિ, ક્ષમા, પરે પકારાદિ સદ્દગુરુ ણોનાં સ્વપ્નાં પણ ન આવતાં હોય, આત્મ શક્તિને વિકાસ કરવા વિચાર પણ ન આવતું હોય, દેવ, ગુરૂ તથા ધર્મના પવિત્ર ત તરફ ઉલ્લાસ ન થતું હોય, દેશની સેવા બજાવવામાં તન, મન, ધન તથા સર્વસ્વને ભોગ આપવાની ઉદારતા ન થતી હોય અને આત્મ ભોગી ન બને તે હોય તે વિદ્યા નથી પણ કુવિદ્યા છે, તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, તેનાથી દેશની ઉન્નતિ નથી પણ અવનતિ (અધોગતિ ) છે. માટે બાળકેને પ્રથમથી જ પવિત્ર સંસ્કારોનું સિંચન કરી, ગર્ભસંસ્કાર, જન્મ સંસ્કાર અને પોષણ સંસ્કારના વખતે જે જે સમયે બાળકની વય બદલાતી જાય, તે તે સમયે સમયોચિત સંસ્કારેથી બાળકના હદયમાં પવિત્ર જીવન રેડી, સુવાસના ઉત્પન્ન કરી, બાળકોની હૃદય-ગુફામાં
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy