SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રથમ ખનિજમાં ઉત્પન્ન થયેલ પત્થર ધાતુ વિગેરે પદાર્થો જગતવાસી છના સામાન્ય ઉપયોગમાં આવે છે, વિશેષતાએ તે તે પદાર્થો ખાણમાં ઇત્પન્ન થઈ તેમાંજ વિનાશ પામે છે, તેમાં કેટલાક મનુષ્યો માનવદેહ પામી પૈસા કમાવવાના જ લક્ષ્યમાં આખી જીંદગી ગાળી અમૂલ્ય માનવદેહને વ્યર્થ ગુમાવે છે, આવા જીવોમાં જે કે કેઈ અંશે ચૈતન્યભાવ હોય છે, પરંતુ માયાના ગાઢ આવરણને લઈ માયિક પદાર્થોને મેળવવા તથા ભોગવવામાંજ માનવદેહને લય કરે છે તે ખનિજના જેવા જીવો કહેવાય છે. ) બીજા વનસ્પતિવત્ છ વનસ્પતિના છ જનસમાજના ઉપયોગમાં આવે છે, પણ તેમનામાં આત્મજાગ્રતિ ન હોવાથી કચરાઈ ખુંદાઈને જેમ લય પામે છે, તેમ મનુષ્યાત્માઓ પિતાના માતા, પિતા, સ્ત્રી આદિ કુટુંબમાં જ પિતાપણું માની તેના રક્ષણની પ્રવૃત્તિઓ તથા ચિંતામાં જ તેઓનો વિનાશ થાય છે. આત્મબળની મંદતાને લઈ જનસમાજનું હિત સાધવા તે શકિતમાન થતા નથી. માત્ર કુટુંબરૂપ દિવાલમાં જ પિતાની દષ્ટિ રેકી માયિક આવરણોથી સંચિત થયેલ દૃષ્ટિથી તેમજ સર્વસ્વ માની બેસે છે. ત્રીજા પાશવવત છ–ખનિજ પદાર્થો તથા વનસ્પતિના પદાર્થો કરતાં આ જીવનું બળ (ચૈતન્ય) કાંઈક વધારે જાગ્રત હોય છે. પશુઓ છે કે જનસમાજના ઘણું કામમાં બહુ ઉપયોગી થાય છે. પણ વિવેક તથા જ્ઞાનશૂન્ય હોવાથી ઉગ્રપણે તે આત્મવિકાસ કરી શકતા નથી, તેમ તેવા મનુષ્ય કુટુંબ મેહની નાની કેટીમાંથી નીકળી જ્ઞાતિસેવા તથા ગામસેવા બજાવી શકે છે. પણ હજી દષ્ટિ આવરણ સહિત હોવાથી હૃદયભાવને વિશાળપણે વિકસ્વર કરી શકતા નથી, તેટલામાં જ સૃષ્ટિને સમાવેશ કરી જીવન વ્યતીત કરે છે. ' ચોથા પ્રકારના માનવજીવો-ઘણુધવ કુટું” આ સમસ્ત વિશ્વ એજ મારું કુટુંબ છે. એમ જાણું પિતાના તન, મન, ધન આદિ સર્વરવનો ભોગ આપીને પણ જનસમાજ તથા દેશની સેવા કરવામાં જે પરમાનંદ માને છે. દેશ એજ કુટુંબ, દેશ એજ ઘર અને દેશ એજ જીવન માની તેનું શ્રેય કરવા માટે અહોનિશ પ્રવૃત્તિ કરી રહ્યા છે. દેશની આર્થિક, વ્યાવહારિક, નૈતિક તથા પારમાર્થિક ઉન્નતિમાં જ પોતાની ઉન્નતિ માને છે. દેશના હિતને પિતાનું હિત, દેશના સુખે સુખ અને દેશના દુઃખે પિતાનું દુઃખ માને છે. સ્વામી શ્રદ્ધાનંદ, સુરેંદ્રનાથ બેનરજી, મી. જમનાદાસ, શ્રીમતી સરોજની નાયડુ, મિ. હેનીબેન, મહમ્મદઅલી, સેતઅલી, શ્રીમતી સરલાદેવી ચૌધરી, મી. ઝીણા, પીરેજશાહ મહેતા, દાદાભાઈ નવરોજજી, અમૃતલાલ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy