SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ હશે. આજે તે સૌ પોતપોતાના મત સંપ્રદાયના દુરાગ્રહમાં જ ધર્મભાવ માની બેઠા છે. જેની પાસે ધર્મ સ્વરૂપ પૂછો તો સૌ પિતાપિતાનું જુદું સ્થાપન ધર્મપણાને દાવો કરી રહ્યા છે. ગચ્છ તથા મત સંપ્રદાયના ઘરના જુદા જુદા ધર્મોની વ્યાખ્યા તથા પ્રવૃત્તિઓથી સત્ય શું છે તે વિચારવાનું પણ દુઃશકય થઈ પડયું છે. હિંદુ, મુસલમાન, પારસી, ખ્રીસ્તી, બૌદ્ધ, સાંખ્ય, જેન, રામાનુજ, વલ્લભાચાર્ય, શિવોપાસક, બ્રહ્મોપાસક, આર્ય સમાજ, પ્રાર્થનાસમાજી, દિગંબર, વેતાંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તપગચ્છ ખરતરગચ્છ, આત્મારામજીને સંઘાડ, મુળચંદજીનો સંધાડ, લીંબડી સંઘાડે, ગાંડલ સંધાડે, નાનીપખ, મેટીપખ, આડટી, અને બારકેટી-એમ જુદા જુદા વાડાઓની વિચારશન્ય અને અને કદાગ્રહપષક શુષ્ક પ્રવૃત્તિઓમાંજ ધર્મની મહત્તા માની બેઠા છે. મતાગ્રહથી મોહાંધ બની સત્ય માર્ગના ઘાતી બની રહ્યા છે. એકજ ઈષ્ટદેવને માનનારા એકજ પિતાના પુત્રો બાહ્ય પ્રવૃત્તિની ભિન્નતાથી ધર્મની ભિન્નતા માની કલેશ, કષાય, વિક્ષેપ વધારવામાંજ મજાહ માની બેઠા છે. પાંચ દશ માણસે કડાઈ તપેલા વિગેરે જુદા જુદા વાસણથી દુધ લઈ દુધપાક કરતા હોય તેમાં વાસણની ભિન્નતાથી તકરાર કરવી વ્યાજબી ન ગણાય તેમ ગચ્છ-મતની બાહ્ય પ્રવૃત્તિઓ એ તે વાસણ જેવી છે. દુધ વિના વાસણના મેહમાં રહેનાર દુધપાકનું કાર્ય કરી શકતું નથી, તેમ અંતરશુદ્ધિ, આત્મિક જાગ્રતી, કષાય, વિષયાદિ દેની નિવૃત્તિ તથા વિશુદ્ધ ભક્તિ વિગેરે આત્મિક ગુણ વિના બાહ્ય પ્રવૃત્તિમાં મહત્તા વા ધર્મભાવના મનાય છે એજ અજ્ઞાન વાં અધર્મ છે. ત્રિલોકપતિ પરમાત્મપિતાના આપણે બધા પુત્રો છીએ. હાથી, ઘોડાના વાહનની તકરાર છેડી દઈ ગામ જનારે ગામ તરફ ગમન કરવાની જરૂર છે, તેમ ગચ્છ–મત સંપ્રદાયની પ્રવૃત્તિઓની તકરારે છેડી દઈ પરમાત્મપિતાની પ્રાપ્તિ થાય તેવું લક્ષ્ય રાખનાર અને ઉપરોકત કહેલ અંતર શુદ્ધિ વિગેરે આત્મિક ગુણની પ્રાપ્તિ કરનાર ગમે તે મત, દર્શન, ગછ કે સંપ્રદાયને હશે તો પણ તેનું શ્રેય છે. પરમકૃપાળુ પરમાત્માએ કઈ ગ૭, મત કે સંપ્રદાયનાં અગ્રેસરને ત્યાં સન્માર્ગ વી મેંશ ગીરવી મૂક્યા નથી. તેમજ પ્રભુ પાસેથી કેઈએ કલ્યાણને પટ્ટો લખાવી રજીસ્ટર ખત કરાર હુંજ નથી. - “સમાવમાવીઝMા હ મ ન જો.” સમસ્ત વિશ્વ ઉપર આત્મભાવ પ્રગટાવી સમભાવ દશામાં રહેલ આત્મા ચાહે તે હિંદુ હૈ વો મુસલમાન છે, જેન હો વા વૈષ્ણવ હે, પણ મેક્ષને અવક
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy