SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ જે રસ્તેથી રાગ-દ્વેષ તથા અજ્ઞાનના નાશ થતા હાય, કષાય–વિષયાદિના નાશ થતા હાય અને આત્મા વિશુદ્ધ સ્વરૂપને પામતા હોય તેજ વીતરાગ પંથ, વા તેજ માક્ષના માર્ગ છે. તે માની ઉપાસના કરનાર અવશ્ય મેાક્ષને પામી શકે છે. આ પ્રકારે મેક્ષના ઉપાય પણ છે અને મેાક્ષ પણ છે. હું - આ ગુણધરવાદ કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં છે, જેમાંથી અલ્પમતિ પ્રમાણે સામાન્ય વિવેચન કરી આ લેખની સમાપ્તિ કરી છે. આ શાંતિઃ શાંતિ: શાંતિ: ! ! ! कर्त्तव्य प्रकरण. મનુષ્ય-કર્રાવ્ય. " श्राहारनिद्राभयमैथुनंच, सामान्यमेतत्पशुभिर्नराणाम् । धर्मोहि तेषामधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः ॥ १ ॥ આહાર, નિદ્રા, ભય તથા મૈથુન એ પ્રવૃત્તિ જેમ મનુષ્યમાં છે, તેમ પશુમાં પણ છે. એ પ્રવૃત્તિથી મનુષ્યની અધિકતા નથી, પણ મનુષ્યમાં ધર્મ ત્ત્વને લઈ તેની મહત્તા છે. ધર્મત્વ વિના મનુષ્યા પણ પશુ સરખા છે. ઉત્તરાધ્યયન નામક જૈન સૂત્રમાં ૩ જા અધ્યયને જણાવ્યું છે કે 66 “ વત્તરિ મંગાળા, કુદહાલીદ તંતુો; માજીસત્ત સુનદ્રા, સંયમમીય વીરિય ” ।। આ સંસારમાં જીવાત્માને મનુષ્યપણું, શ્રુતશ્રદ્ધા, સંયમ અને આત્મશક્તિના વિકાસ–એ ચાર તત્વા પરમ દુર્લભ છે. અહીં કાઇ પ્રશ્ન કરશે કે મનુષ્યપણું દુ^ભ હાય તા દુનીયામાં કરાડા ગમે મનુષ્યાની હયાતી ક્રમ જણાય છે ? સાંસારિક વ્યવહારમાં હીરા, માણેક, મોતી વિગેરે દુર્લભ છે. કારણ, કવચિતજ મળે છે. તેમ જે વસ્તુ કવચિત્ મળતી હોય, તે પણ થોડી અને થોડા મનુષ્યોને મળે તેને દુર્લભ કહે છે. લાહ. એ વસ્તુ દુનીયામાં ઘણી છે, ઘણાને મળે છે અને ઘણી વાર મળે છે તેથી તેની મહત્તા જગતમાં થેાડી છે અને હીરા માણેક થોડાં મળે છે, ઘેાડાંને મળે છે અને ઘેાડી વાર મળે છે તેથી તે કીંમતી ગણાય છે, તેમ મનુષ્યપણું દુર્લભ હોય તેા આખી સૃષ્ટિમાં
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy