SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તપથી સવા કર્મોને નાશ થાય છે ૩૯ એટલે આ બધી ઝંઝટ છોડીને બ્રહ્મને ઓળખો અને તેની ઉપાસના કરે, તે તમારો ઉદ્ધાર થશે. આપણને ખરું આવરણ માયનું છે. એ માયાજાળ હઠવી જોઈ એ. આ જગત મિથ્યા છે. આપણને જે કંઈ દેખાય છે તે બધું ખોટું છે, ભ્રમરૂપ છે, વાસ્તવિક્તાએ એમાં કંઈ જ નથી. ઝાંઝવાનાં નીર ખોટાં હેવા છતાં જેમ તે સાચા હેવાનો ભાસ થાય છે, તેમ શરીર, વસ્ત્ર, અલંકાર, ગૃહ, ક્ષેત્ર, ધન, ધાન્ય, ઢોરઢાંખર, માલમિલકત એ બધું મિથ્યા હોવા છતાં સાચા હોવાનો આપણને ભાસ થાય છે. જે એ ભાસ ટળી જાય અને તેને સ્વપ્નવત્ સમજીએ તે આપણે ઉદ્ધાર દૂર નથી. પછી તેમણે બકરિયા સિંહ વગેરેનાં દૃષ્ટાંત આપ્યાં. (એક સિંહનું બચ્ચું બકરીનાં ટેળામાં રહેવાથી બકરીના સ્વભાવનું થઈ ગયું, પણ જંગલમાં જતાં બીજા સિંહે તેનું સ્વરૂપ એળખાવ્યું. એટલે તે પિતાનું સાચું સ્વરૂપ જાણું શકયું. એ બકરિયા સિંહનાં દૃષ્ટાંતને સાર છે.) પંડિતજીનું આ વ્યાખ્યાન સાંભળી શ્રોતાઓ ચકિત થઈ ગયા હતા અને એક બીજા સામું ટગર ટગર જોઈ રહ્યા હતા, એવામાં એક શ્રોતા ઉઠ, સીધે પંડિતજી પાસે ગયો અને તેમનું માથું પકડી જેરથી પાસેના થાંભલા સાથે અફળ્યું. આથી પંડિતજીનાં મસ્તકમાંથી લેહી નીકળવા લાગ્યું અને શ્રોતાઓમાં ભારે ગરબડ મચી રહી. પણ પેલે ત્યાંથી ખસે નહિ કે ખસવાની વૃત્તિ બતાવી નહિ.
SR No.022923
Book TitleJain Shikshavali Tapni Mahatta
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy