SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૬ આદર્શ ગૃહસ્થ અહીં નીચેની વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. ૧. જે સ્ત્રીનાં લગ્ન થયા હોય તે પરિગૃહિતા કહેવાય અને જેનાં લગ્ન થયાં નથી કે પતિ વિદ્યમાન નથી તે અપરિગ્રહીતા કહેવાય. તે પરની દારા નથી એમ માનીને તેની સાથે ગમન કરતાં અપરિગ્રહીતાગમન નામને અતિચાર લાગે. ૨. જે સ્ત્રી ઈત્વર એટલે થોડા સમય માટે ગ્રહણ કરાયેલી છે, એટલે કે કેઈની રખાત તરીકે રહે છે, તે પણ કેઈની રીતસરની દારા નથી એમ માનીને તેનું સેવન કરતાં ઈવગૃહીતાગમન નામને અતિચાર લાગે. ૩. કામવાસનાને જગાડનારી ક્રિયાઓને આશ્રય લેવાથી અનંગકીડા નામને અતિચાર લાગે. ૪. પિતાનાં પુત્રપુત્રી કે જેની પિતાની માથે ફરજ પડેલી છે તે સિવાયના બીજા મનુષ્યના વિવાહ કરી આપતાં પરવિવાહ કરણ નામને અતિચાર લાગે અને વિષયાગ કરવાની તીવ્ર આસક્તિ રાખતાં તીવ્ર અનુરાગ નામને પાંચમે અતિચાર લાગે. સ્વદારાસંતેષગ્રતવાળાને આમાંની પહેલી બે ક્રિયાઓ અનાચાર રૂપ છે અને બાકીની ત્રણ ક્રિયાઓ અતિચાર રૂપ છે. - ચોથું વ્રત ધારણ કરનારે મેટા પર્વ દિવસોએ, સ્ત્રીની સગર્ભાવસ્થાના દિવસેામાં, પ્રસૂતિ પછીના ત્રણ માસ સુધી, તેમ જ દિવસના ભાગમાં સ્વસ્ત્રી સાથે પણ મૈથુન સેવવાને ત્યાગ કર જોઈએ. પાંચમું પરિગ્રહ પરિમાણ-ત્રત, જૈન મહર્ષિએ કહે છે કે જેમ ઘણું ભારથી ભરેલું
SR No.022920
Book TitleJain Shikshavali Adarsh Gruhastho
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy