SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ go પદાર્થ કે પદાર્થ સમૂહને બાળી નાખે એવી આત્મસ’ચાલિત એક પ્રકારની ઉગ્ર પૌદ્દગલિક શક્તિ. આ જોઈ ભગવાનને દયા આવી, એટલે તેમણે શીતલેશ્યા છેાડી તેનું નિવારણ કર્યું. ગેાશાલકે પ્રભુના ચરણમાં પડી તેમના પુનઃ પુનઃ આભાર માન્યા. આ વખતે ગેાશાલકે જોયુ` કે ભગવાન પાતાના પર પ્રસન્ન છે, એટલે તેણે હળવે રહીને વાત છેડી: · પ્રભા ! સાત સાત વર્ષોંથી તમારી સેવા કરું છું, પણ મને હજી સુધી કંઈ મળ્યું નહિ.' ભગવાને પૂછ્યું: ‘ તારે શું જોઈએ છે?’ ગોશાલકે કહ્યુ': 'તેજોલેશ્યાના વિધિ. જો આપ મને આ વિધિ ખતાવશે, તે જીવનભર આભાર નહિ ભૂલું.' આજ વખતે ભગવાને પરોપકારની ભાવનાથી તેને તેજોલેશ્યાના વિધિ બતાવ્યા. ત્યાર પછી તરત જ ગોશાલક છૂટા પડી ગયા અને તેણે શ્રાવસ્તી નગરીમાં જઈ, યથાવિધિ તપશ્ચર્યા કરી તેલેશ્યાની પ્રાપ્તિ કરી. વિશેષમાં પાર્શ્વનાથની પર’પરાના કેટલાક સાધુએ પાસેથી નિમિત્તાદિ વિદ્યાનુ' જ્ઞાન મેળવ્યું અને આજીવિક સ`પ્રદાયને પ્રવર્તક બન્યા. આગળ જતાં તેણે ધર્મ પ્રચારની હરિફાઈમાં આ તેોલેશ્યાના ઉપયાગ ખુદ ભગવાન મહાવીર ઉપર જ કર્યાં.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy