SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦-ખમીરની ખરી સેટી ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ કરતાં કંઈક અધિક સમયમાં યોગસાધના પૂરી કરી હતી. આ સમય દરમિયાન તેમને અનેક પ્રકારની કઠિનાઈઓ ભેગવવી પડી હતી. અન્ય શબ્દોમાં કહીએ તે આ સમયે તેમના ખમીરની ખરી કસોટી કરનાર નીવડ્યો હતો. પરંતુ તેઓ પિતાના ધ્યેયથી જરા પણ ચલિત થયા ન હતા. તેઓ જગતના સર્વ પ્રાણીઓને પિતાના મિત્ર સમજતા હતા અને તેથી કદાપિ કેઈનું બૂરું ચિંતવતા નહિ. એક વાર એક ભયંકર દષ્ટિવિષ સર્ષે તેમના જમણા પગે દંશ દીધે, તે તેમણે “હે ચંડકૌશિક બુજઝ! બુઝ!” એ શબ્દો કહીને તેના કલ્યાણની કામના કરી અને તેને ઉદ્ધાર કર્યો. એક વાર કઈ કેટવાળે તેમને પરરાજ્યના જાસુસ માની તેમના મુખેથી સત્ય હકીક્ત કઢાવવા તેમને દેરડાથી મુશ્કેટાટ બાંધ્યા અને કૂવામાં ઉતારી ડૂબકીઓ ખવડાવવાની તૈયારી કરી, છતાં તેમણે એ કેટવાળને કાંઈ પ્રતિકાર કર્યો નહિ, એટલું જ નહિ પણ મનથી તેનું બૂરું ચિંતવ્યું નહિ. તેમણે અભૂતપૂર્વ દૈવી ઉપસર્ગોમાં પણ વૈર્યનું અવલંબન કર્યું અને “શિવમતુ સર્વાગત સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ, એ ભાવનાનું જ દઢતાથી રટણ કર્યું. ભગવાનની સહુથી વધારે સતામણ રાઢના જંગલી પ્રદેશમાં થઈ.* એ પ્રદેશના વજભૂમિ અને શુદ્ધભૂમિ એવા * આ પ્રદેશ વિદેહની પૂર્વ સીમા પર આવેલ હતો.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy