SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર-વચનામૃત www w wvfvvvvvvvvvvvvvvvvvvvvvvy अह जे संवुडे भिक्खू, दोण्हं अन्नयरे सिया । सव्यदुक्खपहीणे वा, देवे वावि महिड्ढिए । ३५ ।। [ ઉત્ત, અ૦ ૫, ગા. ૨૫ ] જે સંવૃતાત્મા ભિક્ષુ છે, તે બેમાંથી એક ગતિને પ્રાપ્ત થાય છે. કાં તે સર્વ દુઃખથી રહિત સિદ્ધ થાય છે અથવા મહદ્ધિક દેવ થાય છે. इडूढी जुई जसो वण्णो, आउं सुहमणुत्तरं । भुञ्जो जत्थ मणुस्सेसु, तत्थ ते उववजई ॥ ३६ ॥ [ ઉત્ત. અ૦ ૭, ગા. ૨૭ ] દેવકનું આયુષ્ય પૂરું કર્યા પછી તે આત્મા માનવકુલમાં જન્મ લે છે કે જ્યાં ઉત્તમ ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ, આયુ અને અનુત્તર સુખ હોય છે. વિ. આ રીતે માનવભવ પામતાં તેની વૃત્તિ ધર્મચરણ તરફ ઢળે છે, તે ચારિત્રવત બને છે અને મોક્ષમાં જાય છે. अकुव्वओ णवं पत्थि, कम्मं नाम विजाणइ । विनाय से महावीरे, जेण जाई ण मिज्जइ ॥ ३७ ।। [ સુ છુ. ૧, અ. ૧૫, ગા• ]. જે આત્મગુપ્ત થઈને કંઈ કરતો નથી, તે નવાં કર્મો બાંધો નથી. તે કર્મની નિર્જરાનું સ્વરૂપ જાણે છે અને જાણીને તે મહાવીર પુરુષ એવું વર્તન કરે છે, કે તેને આ સંસારમાં ફરી જન્મ લેવું પડતું નથી કે મરવું પડતું નથી.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy