SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ થડાવશ્યક ] ૩૪૩ વિસાવદ્યાગ એટલે પાપકારી પ્રવૃત્તિ. તેની નિવૃત્તિ એટલે તેમાંથી વિરામ પામવાપણું, તાત્પર્ય કે કઈ પણ જીવ સામાયિકની કિયા અંગીકાર કરે છે, ત્યારે “હું મન-વચન-કાયાથી કઈ પાપ કરીશ નહિ કે કરાવીશ નહિ” એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે અને તે અનુસાર સામાયિક દરમિયાન કોઈ પણ પાપકારી પ્રવૃત્તિ કરતું નથી. એ વખતે ધર્મધ્યાનાદિ શુભ પ્રવૃત્તિ જ કરે છે. એક સામાયિકને કાળ બે ઘડી એટલે અડતાલીસ મીનીટનો ગણાય છે. સામાયિક એ બે ઘડીને યોગ છે. તે અંગે વધારે જાણવા ઈચ્છનારે ધર્મબોધ ગ્રંથમાળામાં અમારું લખેલું બે ઘડી ગ” નામનું પુસ્તક અવશ્ય જેવું. चउव्वीसत्थएणं भन्ते ! जीवे किं जणयइ ? चउव्वीसत्थएणं दसणविसोहिं जणयइ ॥ २ ॥ [ ઉત્તઅ૨૯, ગા૦ ૯] પ્રશ્ન–હે ભગવન્! ચતુર્વિશતિ-સ્તવથી જીવ શું ઉપાર્જન કરે? ઉત્તરહે શિષ્ય ! ચતુર્વિશતિ-સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિ ઉપાર્જન કરે. વિટ દર્શનવિશુદ્ધિ એટલે સમ્યક્ત્વની નિર્મળતા. તાત્પર્ય કે ચોવીશ તીર્થંકરના ગુણેનું અદ્ભુત કીર્તન કરતાં સમ્યકત્વમાં રહેલી અશુદ્ધિ દૂર થાય છે અને દેવ-ગુરુધર્મ પ્રત્યેની શ્રદ્ધા ખૂબ મજબૂત બને છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy