________________
२४४
[ શ્રી વીર–વચનામૃત
गारत्थेहिं य सव्वेहिं, साहवो संजमुत्तरा ॥ ४ ॥
[ ઉત્ત, અ ૫, ગા૦ ૨૦ ] સર્વ ગૃહસ્થ કરતાં સાધુઓ સંયમમાં શ્રેષ્ઠ હાય. છે. તાત્પર્ય કે ગૃહસ્થ ગમે તેવા વ્રતનિયમો પાળતા. હોય પણ સંયમની બાબતમાં તે સાધુની સરખામણી કરી શકતા નથી. ' तहेव हिंसं अलियं, चोज्जं अबम्भसेवणं । इच्छा कामं च लोभं च, संजओ परिवज्जए ॥ ५ ॥
[ ઉત્તઅ૦ ૩૫, ગા૦ ૩ ] સંયમી પુરુષ હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મસેવન ભેગલિપ્સા તથા લેભને ત્યાગ કરે.
अणुस्सुओ उरालेसु, जयमाणो परिव्वए । चरियाए अप्पमत्तो, पुट्ठो तत्थ हियासए ॥ ६ ॥
[ સૂ. બુ. ૧, અ. ૯, ગા. ૩૦ ] ઉદારો પ્રતિ અનાસક્ત રહેતે મુમુક્ષુ યત્નપૂર્વક સંયમમાં રમણ કરે અને ધર્મચર્યામાં અપ્રમાદી બને, તથા કષ્ટ આવી પડતાં અદીન ભાવથી તેને સહન કરે.
अणुसोयपट्ठियबहुजणम्मि,
पडिसोयमेव अप्पा,
दायव्वो होउ कामेणं ॥ ७ ॥
[ દ. ચૂ. ૨, ગા. ૨ |