SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર-વચનામૃત વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, તૃણ, વલય, પર્વજ, કૂહણ, જલરુહ, ઔષધિ, હરિતકાય, આદિ. સાધારણ-શરીરી અનેક પ્રકારના કહેલા છે. જેમ કે આલુ, મૂળા, શૃંગબેર આદિ. વિ. વનસ્પતિકાયિક સૂક્ષમ છે પણ પૃથ્વીકાયિક સૂક્ષમ છ જેટલા જ સૂક્ષમ છે અને તે સમસ્ત લેકમાં વ્યાપેલા છે. અનેક વચ્ચે એક સાધારણુ–સમાન શરીર હોય, તે સાધારણ-શરીરી કહેવાય અને એક જીવને એક શરીર હેય, તે પ્રત્યેક-શરીરી કહેવાય. અહીં એટલું યાદ રાખવું કે ફલ, ફૂલ, છાલ, લાકડું, મૂળ, પાંદડાં અને બીજ એ દરેકનું સ્વતંત્ર શરીર ગણાય છે. સાધારણ-શરીરીને સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક– શરીરીને પ્રત્યેક વનસ્પતિ કહેવામાં આવે છે. આ બંને વનસ્પતિઓને શી રીતે પારખવી? તેને ઉત્તર જીવવિચારપ્રકરણની નિમ્ન ગાથામાં આ પ્રકારે અપાયેલું છે? गुढसिरसंधिपव्वं, समभंग महीरुगं च छिन्नरुहं । साहारणं सरीरं, तविवरिअं च पत्तेयं ॥ १२ ॥ જેનાં કણસલાં, નસે અને ગાંડા વગેરે ગુપ્ત હેય, જેનાં ભાંગવાથી સરખા ભાગ થાય તથા તાંતણ હેય નહિ, તેમ જ જેને છેદીને વાવીએ તે ફરી ઉગે તેને સાધારણ વનસ્પતિ જાણવી અને તેથી વિપરીત લક્ષણવાળી હોય તેને પ્રત્યેક વનસ્પતિ જાણવી.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy