SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ જીવોનું સ્વરૂપ ] આ છેલ્લા બે ભેદ પરથી એવું સૂચન મળે છે કે મનુષ્ય કઈ પણ કાળ-કેઈ પણ સમયે સિદ્ધ થઈ શકે છે. તે માટે અમુક જ સમય જોઈએ એવું નથી. જે એવું હોય તે જ સમયે સમયે સિદ્ધ શી રીતે થઈ શકે? कहिं पडिहया सिद्धा १ कहिं सिद्धा पइद्विया । कहिं बोंदिं चइत्ताणं ? कत्थ गंतूण सिज्झई १॥ ३ ॥ [ ઉત્તઅ૦ ૩૬, ગા. ૫૫ ] સિદ્ધ થનાર જ ક્યાં જઈને અટકે છે? કયાં સ્થિર થાય છે? ક્યાં શરીરને ત્યાગ કરે છે? અને ક્યાં જઈને સિદ્ધ થાય છે ? વિ. જે જીવે ચાર ઘાતી કર્મોને નાશ કર્યો હોય, તે અંત સમયે બાકીના ચાર અઘાતી કર્મોને અવશ્ય નાશ કરે છે અને એ રીતે સકલ કર્મથી મુક્ત થઈને દેહ છોડે છે. એ વખતે તે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વ ગતિને પ્રાપ્ત થાય છે અને કોડે માઈલની ઝડપે ઊંચે ને ઊંચે ચાલ્ય જાય છે. આ રીતે ગતિ કરી રહેલે જીવ ક્યાં જઈને અટકે? એ પ્રશ્ન છે. વળી એ રીતે અટક્યા પછી તે ક્યાં સ્થિર થાય? એ પણ જાણવાની જરૂર છે. તે સાથે સિદ્ધ થનારો જીવ છેલ્લું શરીર ક્યાં છેડે? અને ક્યાં જઈને સિદ્ધ થાય? તે પણ સ્પષ્ટ થવાની આવશ્યકતા છે. તેના ઉત્તરો નીચેની ગાથામાં આ પ્રમાણે આપવામાં આવ્યા છેઃ अलोए पडिहया सिद्धा, लोयग्गे य पइट्ठिया । इहं बोदिं चइत्ताणं, तत्थ गंतूण सिज्झई ॥ ४ ॥ [ ઉત્ત, અ૦ ૩૬, ગા૦ ૫૬ 1.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy