SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ધારા બીજી સિદ્ધ જીવનું સ્વરૂપ છે * * * * * संसारत्था य सिद्धा य, दुविहा जीवा वियाहिया । सिद्धा णेगविहा वुत्ता, तं मे कित्तयओ सुण ॥ १॥ [ ઉત્ત, અ. ૩૬, ગા. ૪૮ ] જીવે બે પ્રકારના કહેલા છે. સંસારી અને સિદ્ધ સિદ્ધો અનેક પ્રકારના કહેલા છે. તેનું વર્ણન મારી પાસેથી સાંભળે. વિ. આ લેકમાં જીવે અનંત છે, તે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચાયેલા છે. સંસારી અને સિદ્ધ, જે છે કર્મવશાત્ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે, એટલે કે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિમાં વારંવાર ઉત્પન્ન થઈ જન્મ–જરા-મરણાદિનાં દુઃખે ભેગવી રહ્યા છે, તે સંસારી; અને જે છે કર્મના બંધનમાંથી મુક્ત થવાને કારણે સંસારસાગરને પાર કરી ગયા છે, તે સિદ્ધ. તેમાંથી સિદ્ધ થયેલા જીવોનું વર્ણન અહીં પ્રસ્તુત છે. સિદ્ધના છે અનેક પ્રકારના છે, તે આ પ્રમાણે इत्थीपुरिससिद्धा य, तहेव य नपुंसगा । सलिंगे अन्नलिंगे. य, गिहिलिंगे तहेब य ॥२॥ [ ઉત્તઅ૩૬, ગા૦ ૪૯ ] સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, ગૃહલિંગસિદ્ધ આદિ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy