SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ પિતાના સંપ્રદાયના ભેગપ્રિય શિથિલ સાધુઓ સામે તથા પિતાની જાત સામે પણ વાપર્યું હતું કે જેથી તપશ્ચર્યાને લગતું કડક નિયમન બરાબર જળવાઈ રહે. અને તેમનું આ સામર્થ છેવટે કાલથી અબાધિત એવા સત્ય અને અહિંસા પર રચાયેલ ધર્મની સંગીન પદ્ધતિને દાખલ કરવામાં સફળ થયું, તેથી તેમને વીર અને જિન અર્થાત મહાપરાક્રમી અને વિજયી પુરુષ કહેવામાં આવ્યા, તે યથાર્થ છે. ૫૮-ડો. ફેલીકસ વાથી The most striking feature in the genius of Mahavir from the psychological point of view is the tremendous will power which characterizes every act of his career during the most significant century in the history of human thought. Deliberately without a single moment of hesitation or doubt, Mahavir proceeds to demonst: rate in his oun example how the human mind can be disciplined and controlled in such way that the highest intellectual and spiritual level can be attained in a single life-time. મહાવીરના માનસિક વૈભવમાં માનસશાસ્ત્રની દૃષ્ટિએ સહુથી વધારે ધ્યાન ખેંચે એવી વસ્તુ એ તેમનું દઢ સંકલ્પ બળ છે કે જે માનવવિચારની મહાન ઐતિહાસિક સદીમાં તેમના જીવનની દરેક ઘટનાને એક નિરાળું રૂપ આપી દે છે. જરાયે સંકોચ વિના, એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના મહાવીર આગળ વધે છે અને પિતાના દાખલાથી જ એમ બતાવી આપે છે કે (મનુષ્ય ધારે તો) એક જ ભવમાં બૌદ્ધિક અને આધ્યાત્મિક ઉચ્ચતમ ભૂમિકાને સ્પર્શે એટલી હદે મનને વ્યવસ્થિત અને નિયંત્રિત કરી શકાય છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy