SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ –આચાર્યશ્રી વીરસેન: જેમના કેવલજ્ઞાન રૂપી ઉજવલ દર્પણમાં લેક અને અલેક પ્રતિબિબિત થાય છે અને જે વિકસિત કમલના ગર્ભ જેવા પીત વણ છે, તે વીર ભગવાન જ્યવંત છે. – ધવલા – મંગલાચરણ. -શ્રી દેવવાચકગણિઃ જગત અને જીવનના વિજ્ઞાપક, જગતના ગુરુ, જગતના જીને આનંદ આપનાર, જગન્નાથ, જગબંધુ, જગત પિતામહ, અપૂર્વ આત્મતેજથી યુક્ત, સર્વ શ્રુતના પ્રભવસ્થાન, લેકોને ધર્મની શિક્ષા આપનાર, ચરમ તીર્થંકર મહાત્મા મહાવીર જય પામે છે. - નન્દસૂત્ર. –શ્રી હરિભદ્રસૂરિ સંસારરૂપી દાવાનલને દાહ ઓલવવામાં વીર સમાન, સંમેહરૂપી ધૂળને ઉડાડવા માટે પવન સમાન, ભાયારૂપી પૃથ્વીના પડને તેડવા માટે તીક્ષણ હળ સમાન અને ધેયમાં મેરુ પર્વત સમાન શ્રી વીર પ્રભુને હું નમસ્કાર કરું છું. - શ્રી મહાવીરસ્તુતિ ૮-આચાર્ય શ્રી મલયગિરિ કેવલજ્ઞાનવડે સર્વત્ર અબાધિત પ્રકાશ કરનાર, સદા ઉદયવંત, સ્થિર અને તાપરહિત એવા વિશ્વના શ્રેષ્ઠ ભાનુ શ્રી વર્ધમાન જિન જય પામે છે. – નેન્દિવૃત્તિ. -શ્રી હેમચંદ્રસૂરિ પરમાનન્દરૂપી સરેવરમાં રાજહંસ સ્વરૂપ અને અલૌકિક શોભાથી યુક્ત શ્રી મહાવીર પરમાત્માને મારે નમસ્કાર હે. – ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy