SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલ્પસિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ ૨૦૯ “શું કરીએ? ક્યાં જઈએ ? કંઈ ધંધે સૂઝતો નથી.” વગેરે ઉદ્દગાર કાઢનારાઓએ આ શબ્દો પર ખૂબ વિચારે કરવા જેવો છે. કુદરતે આપણને મગજ આપ્યું છે, સમર્થ મન આપ્યું છે, છતાં આપણે વિચાર ન કરીએ અને મૃઢ. બની બધું જોયા જ કરીએ, એ કેવી કરુણ પરિસ્થિતિ ! શ્રી કપૂરચંદ નેમચંદ મહેતા કે જેઓ આજે સીનેમા લાઈનમાં અગ્રણી છે અને એ ધંધામાંથી લાખો રૂપિયા કમાય છે, તેઓ જ્યારે મુંબઈ આવ્યા, ત્યારે તેમની કેડે માત્ર આઠ આના ચડાવેલા હતા. પણ તેમણે અહીં આવીને જે કામ મળ્યું, તે કરવા માંડયું અને એ રીતે પોતાના પગ સ્થિર કર્યા. ત્યારબાદ તેમની નજર સીનેમા લાઈન પર ગઈ અને તેમણે એ લાઈનમાં ઝંપલાવ્યું તથા છેડા જ સમયમાં સારી પ્રગતિ કરી. અનુક્રમે તેઓ આજની સ્થિતિએ પહોંચ્યા. શેઠ દેવકરણ મૂળજી કે જેમના નામની આલિશાન ઈમારત આજે મુંબઈ-પ્રીન્સેસ સ્ટ્રીટમાં ખડી છે અને જેમનું નામ ઉદાર સખાવતને લીધે ઘણું પ્રસિદ્ધ થઈ ચૂકયું છે, તેઓ પણ તદ્દન સામાન્ય સ્થિતિમાં જ મુંબઈ આવ્યા હતા અને ટોપીની ફેરી કરતા હતા. એમ કરતાં કાપડના વેપાર તરફ વળ્યા, મીલેની એજન્સી મેળવી અને યથેચ્છ ધનપ્રાપ્તિ કરી. તાત્પર્ય કે તમને પ્રારંભમાં કંઈ પણ સૂઝતું ન હોય તો જે ધંધા-રોજગાર મળે તેને સ્વીકારી લે અને તમારી ગાડી ચાલતી કરે. પરંતુ તમારી આંખો સદા ઉઘાડી રાખો. ૧૪
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy