SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નિરોગીપણું ૧૮૩ રેગ અને વૃદ્ધાવસ્થા એ બે માનવજીવનના શત્રુ છે, પણ મનુષ્ય ધારે તે એ બંને શત્રુઓ પર વિજય મેળવી શકે છે. આપણું ષિમુનિઓએ આયુર્વેદમાં તેના ઉપાયો બતાવ્યા છે. આધુનિક માનસશાસ્ત્રીઓ કહે છે કે મનુષ્ય જે | પિતાના સંકલ્પબળને બરાબર ઉપગ કરે તો તેને વૃદ્ધાવસ્થા આવે જ નહિ, એટલું જ નહિ પણ તે મૃત્યુને ય થંભાવી શકે. “અમે અમુક કાર્ય કર્યા પહેલાં નહિ જ મરીએ” એ દઢ સંકલ્પ કરનારા પિતાનું કાર્ય પૂરું કર્યા પછી જ મર્યા છે.” મૃત્યુ પર વિજય મેળવી શકાય કે નહિ? એને ઉત્તર ! અત્યાર સુધી નકારમાં મળે છે, આમ છતાં કેટલાય વૈજ્ઞાનિકો આ બાબતમાં દીર્ઘ ચિંતન કરી રહ્યા છે અને તે માટે જરૂરી પ્રેગો પણ આદરી રહ્યા છે. અમારે તો અહીં એટલું જ કહેવાનું છે કે મૃત્યુને આપણે ભલે જિતી ન શકીએ, પણ આપણે તેને હસતાં મુખડે ભેટી શકીએ, એવી તૈયારી તે જરૂર કરી શકીએ. તેમાં પહેલી શરત નીરોગી રહેવાની છે. પુરુષ ૭૨ કલા શીખે અને સ્ત્રી ૬૪ કલા શીખે, પણ નીરોગી રહેતાં ન શીખે તે એ બધી કલાએ નિરર્થક સમજવી. એક શરીર વસ્ત્રાલંકારથી સજજ થએલું હોય, પણ તેમાં ની રેગિતા ન હોય, સ્વાચ્ય ન હોય, તો તેને સુંદર શી રીતે કહેવાય? લ્યુથરે કહ્યું છે કે “શરીર એ આત્માનું પવિત્ર મંદિર છે, આમ છતાં લેકે પ્રાયઃ તેની પરવાહ કરતા નથી, બલકે,
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy