SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષાર્થની બલિહારી विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधिविपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः । तथाप्याजो रामः सकलमवधीद्राक्षसकुलं, क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥ “લંકા જે સુરક્ષિત દેશ જિતવાને હતે, સમુદ્રને હાથે-પગે તરવાનો હતો, સામે રાવણ જેવો મહાબળિયે શત્રુ હતા અને રણક્ષેત્રમાં મદદ કરનારા મહાન દ્ધાઓ નહિ, પણ માત્ર વાનરો જ હતા; તોપણ શ્રીરામે સકલ રાક્ષસકુલને ઝપાટામાં જિતી લીધું, તેથી એ વાત નક્કી છે કે મહાપુરુષોની કિયાસિદ્ધિનો આધાર સાધન-સંગ પર નહિ, પરંતુ પિતાના પુરુષાર્થ ઉપર જ છે.” घटो जन्मस्थानं मृगपरिजनो भूर्जवसनं, वने वासः कन्दैरशनमतिदुःस्थं वषुरिति । इतीदृक्षोऽगस्त्यो यदपिबदपारं जलनिधि, क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥ “ઘડામાં જન્મ્યા હતા, પરિવારમાં પશુઓ હતા, પહેરવામાં ભૂર્જવૃક્ષની છાલ હતી, વસવાટ જંગલમાં હતા, ખાવા માટે વૃક્ષ-વેલીના કંદ હતા અને શરીર પણ ઘણું કઢંગુ કે વામણું હતું. આવા વિચિત્ર-સાધન-સ્થાન સમયમાં રહેલા અગત્ય નષિ અપાર એવા જલનિધિને ગટગટાવી ગયા, તેથી એ વાત નકકી છે કે મહાપુરુષની ક્રિયાસિદ્ધિને આધાર સાધન-સંગ પર નહિ, પરંતુ પોતાના પુરુષાર્થ ઉપર જ છે.”
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy