SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ટી પુરુષાર્થની બલિહારી ખરાબ છે ? તે જાણવા માટે પણ પુરુષાર્થને આશ્રય લે પડે છે. તમારા ઘરના અમુક ભાગમાં ધન દટાયેલું છે, એવી ખબર પડ્યા પછી તમે શું કરો ? એને બહાર આવવું હશે તે આવશે એ વિચાર કરીને બેસી રહે કે હાથમાં કેદાળી–પાવડો લે ? જે તમે હાથમાં કેદાળીપાવડે લેવા તૈયાર ન હો, તો તમારું ભાગ્ય પાછું ઠેલાય એ નિર્વિવાદ હકીકત છે. તાત્પર્ય કે જે મનુષ્યને આગળ વધવું છે, ઉન્નતિ સાધવી છે, તેણે પુરુષાર્થનું આલંબન અવશ્ય લેવું જોઈએ. પ્રયત્ન કે પ્રયાસની પરંપરા પુરુષાર્થને લીધે જ સંભવે છે. જ્યાં પુરુષાર્થ નથી, ત્યાં પ્રયત્ન-પ્રયાસ કે ? ભારતના પીઢ નીતિકારો કહે છે કે – निद्रालस्यसमेतानां, क्लीबानां क विभूतयः । सुसत्त्वोद्यमसाराणां, श्रियः पुंसां पदे पदे ॥ નિદ્રા અને આલસથી યુક્ત બાયલાઓને (ધન, સંપત્તિ, અધિકાર, ગ્યતા, વિકાસ આદિ) વિભૂતિઓ કયાંથી મળે? એ તો જે પુરુષો ઉદ્યમી અને પરાક્રમી છે, તેમને માટેજ સરજાયેલી છે. તેઓ ડગલે ડગલે (જ્ઞાનલક્ષ્મી, યશલમી, ધર્મલક્ષમી, અર્થલક્ષ્મી વગેરે) લક્ષ્મી પામે છે.” - નિદ્રા, આળસ વગેરે પ્રમાદનાં અંગ છે અને પ્રમાદ એ આપણો પરમ દ્વેષી છે. અન્ય શબ્દોમાં કહીએ તે આપણુ માટે કાતિલ ઝેર સમાન છે. જે તે આપણું શરીર
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy