SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠા તથા આચાર્ય પદવીને મહોત્સવ ૪૯૭ તરફથી વાસક્ષેપમિશ્રિત ચાવલોની ખૂબખૂબ વૃષ્ટિ થઈ. જયનાદ ગાજી રહ્યા અને બેડવાજાએ આ શુભ ક્રિયાને અભિવાદન આપ્યું. આ આચાર્યપદવીદાન પ્રસંગે પંચોતેર શહેરના લેકે ઉપસ્થિત હતા તેમજ પંજાબ ઉપરાંત અન્ય પ્રાંતના પણ આગેવાને હાજર હતા. તેમાં દાનવીર શેઠ મોતીલાલ મુળજી જે. પી. (મુંબઈ-રાધનપુર), શેઠ ગોવિન્દજી ખુશાલ (વેરાવળ-કાઠીયાવાડ) શેઠ નવીનચંદ હેમચંદ (માંગરોળ) ધર્મમૂર્તિ શેઠ સુમેરમલ સુરાણા, શેઠ ઉદયચંદજી રામપુરિયા (બીકાનેર), શેઠ પુંજાભાઈ છગનલાલ કાળીદાસ (અમદાવાદ) શ્રીયુત્ મગનલાલ હરજીવનદાસ (ભાવનગર) બાબૂ ટાકમચંદ જેહરી, (દિલ્હી) બાબુ ચંદ્રસેન (બિનેલી) અને લાલા ઉમરાવસિંહ ખિવાઈ (મેરઠ) આદિ સહસ્થાનાં નામ વિશેષ ઉલ્લેખનીય છે. આચાર્ય પદવીદાન સમારંભની ખુશીમાં આજે શેઠ મોતીલાલ મુળજીની તરફથી એક સાધમિ વાત્સલ્ય થયું. આચાર્યપદવી સમાપ્ત થતાં જ પ્રતિષ્ઠાની બેલી થઈ અને જૈનધર્મભૂષણ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રી મંદિરમાં પધાર્યા. બરાબર ૯-૪૫ વાગે ભગવાનશ્રી શાંતિનાથ પ્રભુને ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા, હજારો હર્ષનાદ અને જયનાદ થઈ રહ્યા. આનંદમંગળ વર્તાઈ રહ્યો. પ્રભુના દર્શન માટે માનવમેદનીને ઉત્સાહ માતો નહોતો. લાહોરના ઈતિહાસમાં આજને દિવસ સુવર્ણાક્ષરે અંકિત થયે.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy