SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ જામ-પ્રવેશ ૪૫૯ 6 , જય, ’ વલ્લભવિજયજીની જય ' મેલવી અને મારી ગ્રામાનુગ્રામ પંજાબમાં વિચરી ઉપદેશ દેવા બધુ... નિરર્થક છે. શાસનદેવ તમને સદ્બુદ્ધિ અને શકિત આપે કે તમે આ મનોકામના પૂર્ણ કરી શકે. ” પંજાખના શ્રીસંઘમાં આ મનાવેધક અને આકર્ષક વાણીએ વીજળીશેા ચમત્કાર કર્યાં. હૃદયહૃદય હાલી ઊઠયાં. એક એક વ્યકિતમાં ગુરુમહારાજના સાચા સ્મારક માટે ભાવના જાગી ઊઠી. એ વખતના શ્રીસ`ઘ પંજાખના હૃદયના ભાવા અજખ હતા. હજારો ચક્ષુએ સ્વગીય ગુરુદેવના સ્મરણથી ભીની થઇ ગઈ. એજ દિવસે ૫ જામ-શ્રીસ ઘે પંજાબ મહાવિદ્યાલય-કાલેજને માટે ફંડ શરૂ કર્યું. લગભગ એ લાખ રૂપીઆ જોતજોતામાં લખાઈ ગયા. પુરુષાજ નહિ સ્ત્રીઓમાં પણ ભારે ઉત્સાહ હતા. અનેક બહેનેાએ પેાતાનાં ઘરેણાં ઉતારી ઉતારી આ મહાવિદ્યાલયને માટે દાન કર્યાં. કેવા વાણીના ચમત્કાર, કેવે ગુરુપ્રેમ, ગુરુદેવના સ્મારકની કેવી તમન્ના, વિદ્યાપ્રચારની કેવી અમરભાવના, જૈન ધર્મના ઉદ્દાતની કેવી ઉત્સુકતા, શ્રીસંઘની કેવી શ્રદ્ધા અને ગુરુ તથા સંઘને કેવા અનુપમ પ્રેમસબંધ ? આજનુ અજબ દસ્ય દેવને પણ નિહાળવા જેવું ખરું. ત્રણ દિવસ ઉત્સવ રહ્યા. સાર્વજનિક વ્યાખ્યાન પણ થયાં. ભારતભૂષણ મદનમાહન માલવીયાજી આ દિવસેામાં અહીં' આવેલા. તેમની સાથે આપણા ચરિત્રનાયકનું મિલન થયું. લગભગ અર્ધો કલાક આપ અને માલવિયાજી વાર્તા લાપ કરતા રહ્યા.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy