SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ યુગવીર આચાર્ય રાજ્યની સ્વાગત સામગ્રી તથા નાંદેદના ભાઈઓ અને ડભેઈ સંઘની ભજનમંડળી વગેરે આવી પહોંચ્યું. બહુજ સુંદર સ્વાગત થયું અને આનંદપૂર્વક નાંદેદમાં પ્રવેશ કર્યો. નાંદોદના રાજાજીએ વ્યાખ્યાનને માટે એક ખાસ મંડપ બનાવરાવ્યું હતું. રાજાજી આવ્યા તેમણે ત્રણે મુનિ મહારાજેને અભિનંદન કર્યું. પોતાને માટે બીછાવેલી ગાદી કઢાવી નાખી અને કહ્યું કે “સન્તના દરબારમાં બધા સમાન છે, અહીં ઉંચ નીચને ભેદ ન હોય. મહારાજશ્રીને માટે પાટ રાખવામાં આવી હતી. શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ મંગલાચરણ કર્યું અને ગુરુનું સ્વરૂપ સમજાવ્યું પછી તેમણે આપણા ચરિત્રનાયકને વ્યાખ્યાન આપવા માટે કહ્યું. આપે ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યાયની પહેલી ગાથાનું ઉચ્ચારણ કરી વ્યાખ્યાનને પ્રારંભ કર્યો સંસારમાં જેને ચાર પરમસાધન દુલભ છે. તે પરમસાધનમાં મનુષ્યત્વ, શ્રુતિ-જ્ઞાન, શ્રવણ-શ્રદ્ધા અને સંયમમાં આત્મશકિતને સઉપગ. આ મનુષ્યત્વ શું ? તે શાથી પ્રાપ્ત થાય ? જ્ઞાન શું? અને તેને શું ઉપગ? શ્રદ્ધા એટલે શું અને સંયમમાં આત્મશકિતને વિકાસ કેવી રીતે થઈ શકે. આ વિષે અનેક દષ્ટાંત આપી આ એકજ ગાથાને એવી સુંદર રીતે વિસ્તારથી સમજાવી કે બધા મુગ્ધ થઈ સાંભળી રહ્યા. લગભગ આઠ દિવસ સુધી આ એકજ ગાથાના ગાંભીર્ય અને રહસ્ય ઉપર મહારાજશ્રીએ નાનામેટા બધાને તલ્લીન બનાવી મૂક્યા. વ્યાખ્યાનના બેત્રણ કલાકે ક્યાં ચાલ્યા જતા તે કેઈન જણાયું પણ નહિ.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy