SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચા ૧૯૬૬ ના પોષ સુદી ૧૦ ના દિવસે પાલીતાણા પહેાંચ્યા. પાલીતાણાના શ્રીસંઘે રાધનપુરના શ્રીસંઘ અને મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. બીજે દિવસે સિદ્ધિયેાગમાં શ્રીસંઘે આનંદપૂર્વક દાદાની યાત્રા કરી. વર્ષો પછી આજે દાદાની યાત્રાની ઝંખના પૂરી થવાથી અધા મુનિરાજોના હૃદય હર્ષાશ્રુથી ભરાઈ આવ્યાં. આજ ગુરુમહારાજની સાથે યાત્રા કરી જીવનની સાર્થકતા અનુભવી. ૨૦૨ સંઘમાં બધા મળી ૧૬૦૦ માણસ હતાં. રાધનપુર થી પાલીતાણા પહેાંચતાં એક મહિના ને આઠ દિવસ થયા. સંઘપતિ દાનવીર શેઠ મે!તીલાલ મુળજીએ આ પ્રસંગે ગુરુમહારાજની સમક્ષ તી માળ પહેરી. સંઘ પાલીતાણાથી પાછા ગયા. મહારાજશ્રી સાધુમ`ડળની સાથે એક મહિના યાત્રાના લાભ લેવા રાકાયા. મુનિવય શ્રી મેાતીવિજયજી મહારાજની સાથે આવેલ એક મુમુક્ષુને દીક્ષા આપી. પાલીતાણાથી વિહાર કરી આપ ભાવનગર પધાર્યા. અહીં મુનિશ્રી મિત્રવિજયજી તથા મુનિશ્રી ઉદયવિજયજીની વડી દીક્ષા પન્યાસજી મહારાજશ્રી કમળવિજયજી મહારાજના શુભ હસ્તે થઈ. ભાવનગર, ઘાઘા, વરતેજ થઈ આપ શિહેાર પધાર્યા. શિહેારથી વિહાર કરી વળા આવ્યા. અહીં તપગચ્છ તથા લાંકા ગચ્છમાં મતભેદ હતા. તે માટે મહારાજશ્રીએ પ્રયત્ન કર્યો અને તેનું પ્રયત્નપૂર્વક સમાધાન કરવામાં આવ્યું. ધેાલેરાના ભાઈ એની વિનતિ ઘણા વખતથી હતી. તેથી વળાથી વિહાર કરી પેાલેરા પહોંચ્યા. ધોલેરાના સંઘમાં મહારાજશ્રીના આગમનથી અપૂર્વ ઉત્સાહ હતા.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy