SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસેવાનાં કાર્યો २१८ આચરણ કરશે તેને જતિ એકઠી થઈને જે ઠરાવ કરશે તે અનુસાર વર્તવું પડશે. આ વિષે જાતિને અધિકાર આપવામાં આવે-છે કે જાતિ ચાહે તો તેને જાતિથી અલગ કરી દઈ શકે અથવા ચાહે તે યોગ્યતા અનુસાર કેઈપણ ખાતામાં દંડ લઈ શકે અથવા તેને માફી પણ આપી શકે. (૩) એકડાવાળાએ, એકડા નહિ કરનાર અથવા પાંત્રીસી કેઈએ મને પિતાના દુઃખની વાત કરી નથી. પણ મેં જ ધર્મની વૃદ્ધિને બદલે હાનિ થતી જોઇને તેઓને બે શબ્દો કહ્યા અને મારા કહેવાથી બધાએ અંતઃકરણપૂર્વક મારા કહેવા પ્રમાણે વર્તાવ કરવાની મંજુરી આપીને મને આવા શુભ કાર્યમાં ભાગ લેવાનું સન્માન આપ્યું છે. હું આશા કરું છું કે તમે બધા પાલણપુરનિવાસી, મંદિર આમ્નાયના સુબાવકે પિતાનું વચન પાળવાને માટે તેમ જ ધર્મને ખાતર આ કરેલા ઠરાવને અંતઃકરણપૂર્વક માન દેશે તેમજ આજથી ફરી ઉપયુક્ત વિષયમાં કદી પણ દેપભાવ ન કરવાની પ્રતિજ્ઞા મનથી ધારણ (૪) આજ સ્વર્ગવાસી ગુરુમહારાજ તપગચ્છાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ (આત્મારાયજી) મહારાજનો સ્વર્ગવાસ દિન હોવાથી તમે શ્રીસંઘે મહોત્સવ પ્રારંભ કર્યો છે. તે દરમિયાનમાં આ શુભકાર્ય પણ થયું છે. તેથી તમને અપાર આનંદ થશે જ, તેમ જ આજનો દિવસ તમારે માટે સોનેરી અક્ષરમાં લખવા લાયક સાબીત થશે. અસ્તુ, શ્રી વીર સંવત ૨૪૩૫ શ્રી આત્મ સંવત ૧૪ વિક્રમ સંવત ૧૯૬૫ જેઠ સુદી ૮ ગુરુવાર શ્રી જૈનસંઘને દાસ મુનિ વલ્લભવિજય. આ ચૂકાદો સાંભળી બધાને ભારે આનંદ થયો. કેાઈ ને કશે મતભેદ ન રહ્યું. શ્રીસંઘમાં આનંદ આનંદ છવાઈ રો. ઉત્સવ પણ બહુ જ ઉલ્લાસપૂર્ણ ઉજવવામાં આવ્યું.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy