SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન–સ દેશ અંબાલાથી વિહાર કરી આચાય શ્રી જ્યારે લુધિયાના પધાર્યા ત્યારે તેઓશ્રીને લાગ્યું કે જીવનદીપ બહુ વખત પ્રકાશી શકે તેમ નથી. એક દિવસ આચાર્યશ્રી અને આપણા ચરિત્રનાયક ફરતા ફરતા સતલજ નદીને કિનારે આવી પહેોંચ્યા. અહીં આચાય શ્રીએ આપણા ચરિત્રનાયકને પોતાના જીવનસંદેશ આપ્યા અને જાણે પોતાના વારસા આપતા હોય તેમ પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા, ચરિત્રનાયક અડભાગી થયા. પ્રતાપી મહાત્માશ્રીના અ'તરના આશિષ મેળવી પેાતાને ધન્ય માનવા લાગ્યા. ૧૪૩ t શું ! લુધિયાનાથી વિહાર કરી સનખતરા પધાર્યા. અહીં ૨૭૫ જિનમિ એની પ્રતિષ્ઠા કરાવી. અંજનશલાકા કરવામાં આવી. અને ત્યાંનું મંદિર શ્રી શત્રુ ંજયની આદીશ્વરદાદાની ટ્રક જેવું જ છે. તે જોઈ આચાર્ય શ્રીને શત્રુજય યાદ આવ્યેા. વલ્લભ ! આપણે શત્રુંજય ઉપર ચડી રહ્યા છીએ “ પ્રભા ! આસનખતરાનુ' મંદિર આદીશ્વરદાદાની ટ્રેક જેવું જ છે. એ પણ આપશ્રીના ઉપદેશનું જ ફળ છે.” વૈશાખ સુદ પુનમની અંજનશલાકા અને પ્રતિષ્ઠા સાન'દ કરાવી. સ’. ૧૯૫૨ ના વૈશાખ વદી ૬ ના સનખતરાથી વિહાર કરી પસરૂર, સતરાહ, સેરાવાલી, વડાલી વગેરે ગામે!માં થઈ આચાર્ય શ્રી ગુજરાવાલા પધાર્યા. રસ્તામાંથી આચાય - શ્રીના શ્વાસરોગ વધ્યા હતા. સાધુમુનિરાજોએ ઔષધ માટે પ્રાથના કરી પણ આચાય શ્રીએ તે વાત ધ્યાન પર ન લીધી, અને ઉલટુ એવા નાના નાના રેગ માટે તે વળી દવા શું ? એમ કહી વાત ઉડાવી દીધી.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy