SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચાર્ય તે હવે ઠીક લાગે છે. કાલે રાતે જરા ગભરામણ થઈ હતી, પણ અત્યારે તે સારું છે. આપ મારી બહુ ચિતા કરે છે ? ” શ્રી હર્ષવિજયજી મહારાજશ્રીએ જવાબ આપે. ભાઈજી ! મારે પંજાબ ગયા સિવાય ચાલે તેમ નથી, જે આ વખતે નહિ પહેચાય તે ઘણું કામે અધૂરાં રહેશે. અહીં તમારી તબિયતની ચિંતા પણ રહે છે. ” આચાર્યશ્રીએ ચિંતા વ્યક્ત કરી. પ્રભે આપ સુખેથી પંજાબ પધારે. અહીં શ્રી શુભવિજ્યજી, શ્રી મતીવિજ્યજી તથા વલ્લભ છે ને ! તેઓ તે મારી ખૂબ ખૂબ સેવા કરે છે. અજમેરમાં તે ત્રણે મુનિરાજેએ મારા માટે ઉજાગરા પણ કરેલા.” તેમાં શું નવાઈ કરે છે ? તમારા જેવા ગુણીની સેવા કરવી એ તે સાને ધર્મ છે.” જુઓ વલ્લભ ! તમે બધા અહીં જ રહી જાઓ. દિલ્હીમાં સારા હકીમે મળી રહેશે. વળી દિલ્હીને શ્રી સંઘ બહુ જ ગુરુભકત છે. જે ભાઈજીની તબિયત સારી થઈ જાય તે પંજાબ તરફ વિહાર કરશો. પણ કદાચ વખત વિશેષ લાગે તે અહીં ચોમાસાની પણ બધી અનુકૂળતા થઈ રહેશે.” ગુરુદેવ ! અમે ખુશીથી ગુરુદેવની સેવા માટે રહીશું. અમારી ચિંતા ન કરશે.” શ્રી વલ્લભવિજયજીએ સેવા માટે તૈયારી બતાવી.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy