SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન આજે અત્યંત હર્ષનો વિષય છે કે એક મહાન પ્રભાવશાલી મહાપુરૂષનું ઐતિહાસિક જીવનચરિત્ર અને તેને લગતા બીજા અનેકો પ્રભાવક પુરૂષોના ચરિત્રો સહિત ગુર્જર ભાષાભાષી જનતાની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યો છે. એની અંદર સત્તરમી સદીના મહાન શાસનપ્રભાવક યવન સમ્રાટ અકબરશાહ પ્રદત્ત યુગપ્રધાન પદથી ભૂષિત આચાર્યપ્રવર ચોથા દાદા શ્રીમજિજન ચંદ્રસૂરિજી મહારાજનું સમગ્ર જીવન ચરિત્ર ઐતિહાસિક દષ્ટિએ આલેખવામાં આવ્યું છે. એનું આલેખન ઇતિહાસ પ્રેમી સાહિત્યરત્ન શ્રાદ્ધવર્ય શ્રીમાન અગરચંદજી તથા ભંવરલાલ નાહટાએ લખેલ “યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ' નામક હિંદી પુસ્તકના આધારે થયેલ છે. એટલેકે તે પુસ્તકનોજ અક્ષરશઃ અનુવાદ કરવામાં આવ્યું છે. કેવલ પરિશિષ્ટોમાં કવિવર વાચક શ્રીમાન સૂરચંદ્રજી રચિત દ્વિછંદોમય શાંત્યજિત જિન સ્તોત્ર એવું ચરિતનાયક રચિત કેટલી એક વિશિષ્ટ કૃતિઓ. જે અગરચંદ નાહટાએ મોકળી હતી. તે આ સંસ્કરણમાં ઉમેરી દીધેલ છે. આથી પહેલા પ્રકાશિત થઈ ચૂકેલા ત્રણ દાદાસાહેબના ચરિત્રોની માફક આના પ્રકાશનનું શ્રેય પણ સુવિહિત ચક્રચૂડામણિ ખરતરગચ્છ મંડન વીસમી સદીના મહાન શાસન પ્રભાવક મુંબઈમાં સાધુવિહારના દ્વાર ઉઘાડનાર સ્વનામધન્ય ક્રિયોદ્ધારક શ્રીમમોહન લાલજી મહારાજના પટ્ટધર શિષ્ય. પ્રશાંતસ્વભાવી મહાન તપસ્વી ત્રેપન ઉપવાસ કરી પાવાપુરમાં સ્વર્ગપ્રાપ્ત. ખતર ગચ્છની વર્તમાન સંવેગી શાખાના પ્રથમ આચાર્ય શ્રીમાન જિનયશઃ સૂરિજી મહારાજના શિષ્યપ્રવર. થાણાતીર્થોદ્ધારાઘનેકવિધ શાસન પ્રભાવક સ્વર્ગીય આચાર્ય શ્રીજિન ઋદ્ધિસૂરિજી મહારાજના શિષ્યરત્ન. પરમ વિનીત. વયોવૃદ્ધ. મુનિવર શ્રીગુલાબમુનિજી મહારાજના ફાળે જાય છે. કેમકે તેઓએજ પૂરેપૂરી ખંતથી “યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિ તેમજ મણિધારિ શ્રીજિનચંદ્રસૂરિ ની માફક આનું પણ હિંદી પરથી ગુજરાતી અનુવાદ શ્રીમાન દુર્લભકુમાર ગાંધી પાસે કરાવ્યો. એટલુંજ નહીં પણ જેમ એનાથી પૂર્વ અન્ય બે ચરિત્રો મુંબઈ-પાયધુની મહાવીર
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy