SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ २७७ (જિનચંદસૂરિ) પણ આશા રાખું છું કે એક સપ્તાહ (અઠવાડીયા) ને તેવોજ હુકુમ આ શુભચિંતક માટે થઈ જાય, એટલે અમોએ પોતાની આમ (જાહેર) દયાથી હુકુમ ફરમાવી દીધો છે કે આષાઢ શુકલ પક્ષની નવમીથી તે પૂનમ સુધી (દર) વર્ષે કોઈ પણ જીવ મારવામાં ન આવે અને ન કોઈ માણસ કોઈપણ જીવને સતાવે (તકલીફ આપે). ખાસ વાત તો આ છે કે જ્યારે પરમેશ્વરે માણસો માટે જાતજાતના પદાર્થો નિપજાવ્યા છે ત્યારે તેણે (માણસે) ક્યારેય કોઈ પણ જીવને દુઃખ ન દેવું અને પોતાના પેટને પશુઓનો મરઘટ (કબરસ્તાન) ન બનાવવો. પણ કંઈક કારણોના અંગે આગળના બુદ્ધિશાળીઓએ તેવી તજવીજ (પ્રવૃત્તિ) કરી દીધી છે. હમણાં આચાર્ય “જિનસિંહસૂરિ ઉર્ફે માનસિહે અર્જ કરાવી કે–પહેલાં જે ઉપર લખ્યા મુજબનો હુકુમ થયો હતો તે (કુરમાન પત્ર) ખોવાઈ ગયો છે. એટલા માટે અમોએ તે ફરમાનના અનુસારે નવો ફરમાન ઈનાયત (પ્રદાન) કર્યો છે. એથી આ ફરમાનમાં જે લખ્યું છે તેમજ રાજ આજ્ઞાનું પાલન થવું જોઈએ, આ બાબતમાં બહુ ભારે કોશેશ અને તાકીદ સમજીને આ (આજ્ઞા)ના નિયમોમાં કંઈ પણ હેરફેર થવા ન દેવું. તાઃ ૩૧ ખુરદાદ ઈલાહી સન ૪૯ ! હજરત–આદશાહની પાસે રહેનાર દૌલતખાને સમાચાર પહોંચાડતાં ઉમદા અમીર અને સહકારી રાય મનોહરની ચકી અને ખાજા લાલચંદના વાકિયા (સમાચાર) લખવાની બારીમાં (આ ફરમાન) લખાયું છે फरमान सूबा उडीसा अल्लाह अकबर नकल प्रतिभाशाली (चमकदार) फरमान, जिसपर मुहर “અઢી વર’ ૪ દુર્ણ હૈ तारीख शहरयूर ४ माह महर, आलही सन् ३७। चूंकि उमदतूल मुल्क रुकनूस सल्तनत उल काहेरात उजदूद दौला निजामु [ આ ફરમાન લખનઉમાં ખરતર ગચ્છના ભંડારમાં છે. એની નકલ કૃપારસ કોશ' પૃ. ૩ર માં પણ છપાઈ ગયેલ છે. મૂળ ફરમાન પારસી ભાષા અને લિપીમાં છે. તે પર બાદશાહી મોહર લાગેલ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy