SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પિતાને પ્રભાવ પાડવાના હેતુથી પ્રજાના કલ્યાણ માર્ગ અને સુખ શાંતિના ઉપાય તરફ જ લક્ષ્ય રાખવું જોઈએ. જ્યાં સ્વાર્થ માત્રના સાધન માટે માનવી અંધ બની બેસે છે, ત્યાં અસત્ય ભાષણ, ચોરી, પરસ્ત્રી સંસર્ગ આદિ વિકૃત ભાવની લહેરીઓ લહેરાયા કરે છે. કિન્તુ જ્યાં અહિંસા રૂપી સગુણને વાસ છે, ત્યાં એ દુર્ગણ નથી આવી શકત; કેમકે કેઈની ચેરી કરવી, પરસ્ત્રી પ્રત્યે અનુચિત ભાવ અખો એ બધું હિંસાભાવ વિના બની શકતું નથી. આમ જે સર્વ મનુષ્ય પર હિંસાભાવની અશુભ ભાવના આરૂઢ થઈ જાય તો જગતના વ્યવહારમાં અનેક અડચણો ઉભી થઈ જાય, એટલે સ્વકલ્યાણના ચાહક મનુષ્યએ હિંસા ભાવને સર્વદા ત્યાગ કરે જઈએ. રાજનીતિમાં પ્રજાપર વાત્સલ્ય ભાવ રાખવું, અને એને સુખશાંતિમાં રાખવી એ પ્રજાપાલકને ધર્મ ગણાય છે. માણસ તો શું? પણ જે પશુ પક્ષી પણ પિતાના રાજ્યમાં રહેતાં હોય એ પણ સ્વપ્રજાજ છે, માટે તેને પ્રાણરહિત કરવા એને રાજનીતિ કદાપિ નહીં કહેવાય, એટલે એને પણ નિર્ભય રાખવાં જોઈએ. ધર્મની સાથે આત્માને પૂરેપૂરે સંબંધ છે. કેઈને પણ એના પિતાના ધર્મથી જૂદે કરે, કે ધર્મપાલનમાં વિદન નાંખી ધાર્મિક આઘાત પહોંચાડે એ પણ એક વિદ્રોહ છે, માટે શાસ્ત્ર, મત સહિષ્ણુતાને ગુણ અવશ્ય ધારણ કરવો જોઈએ. એક માત્ર પ્રજાવાત્સલ્ય જ શાસકને પ્રજાના હૃદયનો સમ્રાટ બનાવે છે. હંમેશા આવી ઉદાર વૃત્તિ અને નિર્મલ પવિત્ર હૃદય સખવાની પૂરેપૂરી જરૂરત છે. હૃદયની નિર્મલતા માટે સાત વ્યસનને ત્યાગ કરે પરમાવશ્યક છેઃ જુગાર ખેલ ૧, માંસ ભક્ષણ ૨, મદિરા પાન ૩, શિકાર ૪, પ્રાણી હિંસા પચોરી કરવી ૬, અને
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy