SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અકબર પ્રતિબોધ ૭૫ સૂરિજીની સાથે વાજ્યસેમ, કનકસેમ, વાવમહિમરાજ, વારત્નનિધાન, વિદ્વદર ગુણવિનય અને સમયસુંદર આદિ મોટા મોટા પ્રકાંડ વિદ્વાન યશસ્વી અને નિર્મળ ચારિત્રનું પાલન કરવાવાળા ૩૧ સાધુઓ હતા. સં. ૧૬૪૮ ના ફાગણ શુદિ ૧૨ ને રોજ પુણ્યોગમાં સૂરિજીએ લાહોરમાં પ્રવેશ કર્યો. એ દિવસે મુસલમાનોને ઈદનું પર્વ હતું. મંત્રીશ્વરે સૂરિજીના સ્વાગત પલક્ષમાં ખૂબ ખર્ચ કરી મહોત્સવ કર્યો, જેનું વર્ણન કેઈ કવિએ આ પ્રમાણે કર્યું છે. घडी पन्ना मद गयन शीश सिन्दूर संवारै । चंवर अमोलख चार चाचरा चांचरा सुधार ।। घणीनाद वीर-घंट इणि उपरि अंबारि। गूघर पाखर पेखतां जु थरहराए भारी। परतिख धजा फरनिजा इम सामेले संचरे। जिनचन्द्रसूरि आयां जुगति इम कर्मचंद उच्छव करै ॥२॥ श्रीमहाराज पधारे लाहौर, अकबरशाह मतंगज जूथ समेला। चढे है नवाब बडे उमराव, नगारांकी, धूससुं होत सभेला ॥ बजे हे आरब्बि थटे हे झिंडा, फर्राट निशान घुरे है नौबत अराबा सचे(जे)ला। पातिशाह अकबर देख प्रताप, कहे जिनचंद्रका सूर्य उजेला ॥१॥ સૂરિજીનું સ્વાગત કરવા રાજા, મહારાજા, મલિક, ખાન, શેખ, સુબેદાર, અમીર, ઉમરાવ આદિ તમામ પ્રતિષ્ઠિત શાહ પુરુષ અને અગણિત નાગરિકે હાજર હતાં. સમ્રાટ અકબર પિતે રાજમહેલને ગોખમાં બેસી સૂરિમહારાજની રાહ જોતા હતા. દૂરથી જ સૂરિજીને આવતા જોઈ અત્યંત પ્રસન્નતાપૂર્વક નીચે ઉતરી આવી ખૂબ ભકિત અને વિનયપૂર્વક સૂરિજીને વંદન કરી સમ્રાટ એમના વિહારની સુખસાતા પૂછી કહેવા લાગ્યા.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy