SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કરી - - ૨૨ યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ સંગ્રામસિંહ વછાવતને પણ ગરછની આ પરિસ્થિતિથી ભારે, અસંતોષ હતો; આથી એમણે પણ સૂરિ મહારાજને બિકાનેર પધારી ગચ્છની વ્યવસ્થા કરવા વિનંતી પત્ર પાઠવ્યું. મન્દીવરની આ. નમ્ર પ્રેરણાએ સુવર્ણમાં સુગંધના જેવું કામ કર્યું, શ્રીજિનમાણિકયરિજીએ ભાવથી ઉદ્ધાર કરી એમ વિચાર્યું કે પહેલાં દેરારિ જઈ દાદા શ્રીજનકુશલરિજીની યાત્રા કર્યા પછી સમસ્ત પરિગ્રહ ત્યાગ કરીશ અને મારા આજ્ઞાનુયાયી સાધુવગને પણ શુદ્ધ. સાધ્વાચાર પાલન કરાવીશ. પ્રગટ-પ્રભાવી દાદા કુશલરિજી મને આ કાર્યમાં સફળતા આપે આ હેતુથી દેરાઉર પધાર્યા. ત્યાં ગુરુદેવનાં દર્શન કરી જેસલમેર તરફે પાછા ફરતાં માર્ગમાં જો કે એમને આજ્ઞાનુવંત ઉપાધ્યાય કનકતિલકજી આદિએ સં. ૧૬ ૮ ૬માં દિયાઉદ્ધાર કર્યો હતો, પણ એથી ગચ્છના અન્ય સાધુઓ પર પ્રભાવ ન પડે. આથી સંગ્રામસિંહ મંત્રીએ સમગ્ર ગની સ્થિતિ સુધારવા માટેજ સુરિજીને વિનંતીપત્ર પાઠવ્યા હતા. શ્રી કનકતિલકોપાધ્યાયજી ોિદા-નિયમ–પત્ર અમને મળેલ છે. એમાંને આવશ્યક ભાગ આ પ્રમાણે છે. 'संवत् १६०६ वर्षे दिवालीदिने श्रीविक्रमनगरे ए सुविहितगच्छ साधुमार्गनी स्थिति सूत्र उपरि किधी. ते समस्त ऋषीश्वरे प्रमाण करवी ॥' . 'उपा० कनकतिलक, वा० भावहर्ष गणि, वा० श्रीशुभ बर्द्धन गणि० बइसी साध्याचार कीधो छ ।' એ પછી બાવન બાલેનું વર્ણન છે, જેમાં સાધ્વાચારની કઠણું વ્યવસા લખી છે. આ બોલોને “અમાન્ય” ગણે, તેને પાસસ્થા” નામથી સંબોધેલ છે. આ પત્ર જર્જરિત તેમજ કેટલાયે સ્થળે ફાટી તૂટી ગએલ છે, એથી એની સંપૂર્ણ નકલ નથી દઈ શકાઈ. આ જીણું પત્ર માલ સાખના શાહ ગોપા પરમ સુબાવકના પઠન અર્થે લખાએલ હતા, અને અમારા સંગ્રહમાં છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy