SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ. પાળવાવાળા હતા એટલું જ નહીં પરંતુ સાથે સાથે પ્રકાંડ વિદ્વાન પણ હતા. શ્રીજિનેશ્વરસૂરિજીએ હરિભદ્રસૂરિકૃત અષ્ટકની વૃત્તિ (રચના સં. ૧૦૮૦ જાલેર), અને પ્રમાલક્ષ્મ સવૃત્તિક, કથાકોપ, લીલાવતીકથા, પંચલિંગી પ્રકરણ, ષ સ્થાન પ્રકરણ, ચૈત્યવંદનક, વીરચરિત્ર, સર્વતીર્થમહર્ષિકુલક આદિ ગ્રો રચ્યા, અને બુદ્ધિસાગરસૂરિજીએ સં.૧૦૮૦માં પંચગ્રન્થી નામક વ્યાકરણ અને છંદશાસ+ નામક ઇન્દને ગ્રંથ આદિ ગ્રંથ બનાવ્યા. જિનેશ્વરસૂરિજીને પટ્ટધર શ્રીજિનચન્દ્રસૂરિજી થયા, જેમણે “સંગ રંગશાળા” “શ્રાવક-વિધિ” પંચ પરમેષ્ટિ નમસ્કારફળકુલક* ક્ષેપકશિક્ષા પ્રકરણ 5 ધર્મોપદેશ કાવ્ય, જીવવિભક્તિ, ત્રાષિમંડળસ્તવ આદિ ગ્રન્થ બનાવ્યા. તેમના સ્વર્ગવાસ બાદ બીજા પટ્ટધર તેમના કનિષ્ઠ ગુરુભ્રાતા શ્રીઅભયદેવસૂરિજી થયા, જેમણે નવઅંગેની વૃત્તિ (રચના સમય ૧૧૨૦–૨૮), ૧૦ પંચાશક વૃત્તિ, ૧૧ ઉવવાઈ (સૂત્ર) વૃત્તિ, ૧૨ પ્રજ્ઞાપના તૃતીય પદ સંગ્રહણી, ૧૩ પંચનિર્ચ થી પ્રકરણ, (જેસલમેર ભંડારમાં તાડપત્રીય ગ્રંથાંક ૨૯૬ ) અને સં. 11૭૦માં લખાએલ પટ્ટાવલીમાં જિનેશ્વરસૂરિજીને ખરતર બિરુદ મળ્યાને સ્પષ્ટ ઉલ્લેખ છે. આ વિષય પર વિશેષ વિચાર અમે એક સ્વતંત્ર નિબંધના રૂપમાં પ્રકટ કરીશું. + જુઓ ગુણચન્દ્ર ગણિ રચિત મહાવીર ચરિયની પ્રશસ્તિ. - આ લિક બિકાનેરના યતિવર્ય ઉપાધ્યાય જ્યચન્દ્રજીના જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. હઆ પ્રકરણ હિંદી અનુવાદ સહિત પૂજ્ય આચાર્ય શ્રીનિરત્નસૂરિજી મહારાજના ઉપદેશથી જયપુરના સંઘ દ્વારા પ્રકાશિત “આરાધના સૂત્ર સ ગ્રહ'માં છપાએલ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy