SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હેય તેવા મહાભાગ્યશાળીના રદયમાં પણ કૌટુંબિક પ્રેમ પણ એક અનેરે અને ઉચ્ચ ઉદારતા ભરેલો હતો. તેઓશ્રીના કાકા તથા ભત્રીજાઓ તેમજ તેના તમામ સગાવહાલાં ઉપર વાત્સલ્ય ભાવના બતાવી તેઓશ્રીએ જરા પણ સંકોચ રાખે છે વગર સૌ આપ્ત જનને પોતાના જેવા જ સુખી બનાવ્યા. અને જગતને બતાવી આપ્યું કે પોતે નાના કે મોટા સુખી કે દુઃખી ભીખારી કે તવંગર વિગેરેમાં કિંચીત પણ ભેદ ન ગણતાં પોતાના જ ગણવામાં પોતે અભિમાન ધરતા હતા. અને તેજ પ્રમાણે આખા સમસ્ત કુટુંબની સેવા કરી. સૌને પોતપોતાના ભાગ્ય અનુસાર સુખી કરવામાં જ પોતાના જીવનનું કર્તક માનતા આવ્યા છે. નાની ઉમરથી જ તેઓશ્રીનું શરીર શસક્ત બનાવવા માટે વ્યાયામને ખાસ શેખ અને ધગશ હતી. હમેશાં આઠ આઠ દશ દશ માઈલ પિતે ચાલતા હતા. આજે લગભગ શેઠની ૭૧ વરસની ઉમર હોવા છતાં પણ સોથી દેસે દંડ તથા બેઠક કરે છે. આટલી મોટી ઉમર હોવા છતાં શેઠજીને હમેશાં આરોગ્યતા તેમજ તંદુરસ્તી ઘણીજ સારી રહી છે. અને શરીર બળ પણ એક મજબુત માણસને શરમાવે તેવું રહેલું છે. આવા આવા તે શેઠજીના જીવનની અંદર અનેક સુંદર અનુભવવાળા સદ્દગુણ શેભે છે તે સગુણોનું વર્ણન હું જે મારી જીંદગી સુધી લખવા બેસું તો પણ પાર આવે તેમ નથી. તો આવા ભાગ્યશાળી પુરૂષોને માટે હું કયા શબ્દો વડે તેઓશ્રીનું બહુમાન કરૂ. કારણ કે મારા જેવા સાધારણ બુદ્ધિવાળાના ભાગ્યમાં આવા ભાગ્યશાળી મહાપુરૂષ માટે લખવાને શબ્દ કયાંથી જડે. આ સિવાય શેઠજીમાં એક મહા ગુણ એ હતો કે, તેઓશ્રી
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy