SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ મહામંત્રી શાહ નાશ કરો. પછી તે, મહાઅમાત્ય હૈય, મારા પિતા હોય કે ગમે તેવો શત્રુ હોય. મારી ફરજની આડે આવનારને તે હું શત્રુ જ માનું છું.” મહારાજા આ સાંભળી સ્તબ્ધ બની ગયા. નગરશે પિતાના જમાઈના શબ્દો સાંભળી આશ્ચર્ય પામ્યા. –પણ આજે મહા સેનાપતિએ સભામાં હાજરી આપી હતી, તેમનાથી ન રહેવાયું. તે ક્રોધાવેશમાં બોલ્યા : “શ્રીયકજી ! તમે મહાન પાપ કર્યું છે. દૂષ્ટ કાર્ય કર્યું છે. આને જવાબ તમારે આપવા પડશે. જે મહારાજા આને જવાબ નહિ. માગે, તે હું આ શમશેરથી તમારી પાસે જવાબ માગીશ.”—કહી તે સ્થાનમાંથી સમશેર કાઢી શ્રીયકજી તરફ ધ. મહારાજાએ પિતાની શમશેર વડે તેને આગળ જતે અટકાવી કહ્યું : “ખબરદાર ! શ્રીયજીને એક વાળ પણ વાંકે થે ન જોઈએ.” –આ સાંભળી આખી રાજસભા સ્તબ્ધ બની ગઈ.
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy