SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ કહેબના રક્ષણની તૈયારી ર૫ કરી, તે આગળ કહેવા લાગ્યા: પિતાજી! આ કર્તવ્ય માટે, આપની હત્યા માટે, મહારાજા પૂછે, ત્યારે મારે ખુલાસે શો કરવો ? જવાબ છે આ પે? રાજસભામાં મારે પિતૃહત્યાનું કારણ શું બતાવવું ?” બેટા, શ્રીયક! આમ ઉશ્કેરાઈ ન જા, ગભરાઈ ન જ. તેને રસ્તો પણ હું તને બતાવું છું. મહારાજ મારી હત્યાનું કારણ પૂછે, ત્યારે તારે જણાવવું, કે “મને મહાઅમાત્ય પર શંકા આવી હતી. તેમના પ્રત્યેક કાર્યમાં મને કેટલાક દિવસથી રાજકુટુંબના નાશની તૈયારીઓને ભાસ થતું હતું. હું અંગરક્ષક દળને શ્રેષ્ટ છું. મારી ફરજ છે, કે મહારાજાના નાશની ઘડી પણ ગંધ મને આવે, તે તત્કાળ મારે ચાંપત પગલાં લેવાં જોઈએ. પછી, તે પિતા હય, ભાઈ હોય, નગરશેઠ હોય કે રાજ્યને ગમે તેવો અધિકારી પુરૂષ હેય.” બેટા ! આથી આપણું આખા કુટુંબ પરનું સંકટ ટળી જશે. તારા પર મહારાજને સંપૂર્ણ વિશ્વાસ બેસશે. મારા એકલાના જ નાશથી આખા કુટુંબની રક્ષા થઈ શકશે. “પિતાજી! મારે જીવનસુખ પણ નથી જોઈતું, ને કુટુંબ પણ નથી જોઈતું. પિતૃહત્યાનું પાતક વહેરી લેવાને હું બિલકુલ તૈયાર નથી.” આ બંને બનાવમાં, શ્રીયકજી પિતાને ઘાત કરે, તે જ વધુ બંધ બેસતું આવે છે. કારણ કે, તેમ કરવાથી મહારાજાને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ બેસી શકે, અને આગળ જતાં મહાઅમાત્ય નિર્દોષ હોવા છતાં, ફક્ત મહારાજાની શંકાના કારણથી જ તેમને ઘાત કરવામાં આવ્યું હતું, તેને ખુલાસો કરવાની તક મળી શકે. ૧૫
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy