SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ મહામતી શાળ તેમના વિચારાએ પટા ખાધા - તેમાં મહારાજાને પણ શા દોષ ? ભાવિ પ્રબળ છે. વિધિએ નિર્માણ કરેલું ભવિષ્ય મિથ્યા થવાનું નથી. પછી શાક પણ શા માટે કરવો ? મહારાજાને દોષ શા માટે દેવા ?' તેમણે મહાઅમાત્યને કહ્યું : મહામંત્રી ! તમારી માન્યતા ખરી જ પડશે, એમ મને લાગે છે, છતાં હું તન, મન અને ધનથી રાજકુટુંબનું રક્ષણ કરવાના પ્રયત્ન કરીશ, તમને ાઈ જાતનું કલંક ન લાગવા દેવાની જવાબદારી મારા પર છે. હૃદયમાં અવિશ્વાસને સ્થાન આપશે। નહિ.” ઘેાડી વાર ચેાભી તેમણે કહ્યું : t “ હવે તમારે જવું હાય તા જઇ શકા છે.” મહાઅમાત્યને લાગ્યું કે ‘ મહારાણી એકાન્ત ઈચ્છે.’તરતજ ઉઠતાં તેમણે કહ્યું : “ મહારાણી ! જ્યારે જરૂર પડે ત્યારે વિના સંકોચે બોલાવશેા.” કહી તેમણે નમન કર્યું. મહારાણીએ અમી ભરી દ્રષ્ટિએ તેમના તરફ જોતાં વિદાય દીધી. મહાઅમાત્યે પુ ફેરવી ચાલવા માંડ્યું, તેમના ગયા પછી મહારાણી બબડયાં : “કેવા પ્રભાવશાળી પુરૂષ ! ''
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy