________________
દેવીઓ છે. વાલકેશ્વરમાં ભગવતી શ્રી પદ્માવતીજીની પરિકરવાળી અદ્વિતીય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, તેમાં વૈરાધ્યાને પણ સ્થાન આપ્યું છે.
ॐ नमः पार्श्वनाथाय विश्वचिंतामणीयते । ही धरणेन्द्रवैरोटया-पद्मादेवीयुतायते ॥१॥ આનો આદર્શ મૂર્તિમાં રજૂ કરવામાં આવ્યો છે. ત્રફલ અને જવિધાન :
આ સ્તોત્રનું નામ જ સૂચિત કરે છે કે આનો પાઠ ઉપસર્ગો -એટલે ઉપદ્ર-વિને-અનિષ્ટોનું શમન કરનાર છે. આ ગ્રન્થમાં જ જણાવવામાં આવ્યું છે કે પાર્શ્વનાથજીની આરાધના શાન્તિ– મંગલને કરનારી, શુભસંપત્તિ, દષ્ટિસિદ્ધિ, પુત્રપ્રાપ્તિને આપનારી છે.
રોજ ૧૦૮ વાર પવિત્ર થઈશુદ્ધ વસ્ત્રાદિક પહેરી, હાર્દિક ભાવપૂર્વક, પૂર્વદિશા સન્મુખ સ્થિરાદિ આસને બેસી જાપ કરે તે કાર્યની સિદ્ધિ થાય છે. છ મહિના સુધી જે અખંડ ગણે તે દૈવિક દોષો અને રાજકીય ભયો કદી થતા નથી તથા માનસિક બેચેની દૂર થઈ પ્રસન્નતા અનુભવાય છે. કલિકાલમાં પણ આ મહિમાવંત સ્તોત્ર છે. પ્રસ્તુત ગ્રન્થને પરિચય :
શતાવધાની પંડિતજીએ પ્રારંભમાં પાર્શ્વનાથજીની અતિહાસિક સાબીતી–માહિતી આપીને જીવનચરિત્ર આપ્યું છે. મંત્રપાસનાનું સ્થાન, તેનો સદુપયોગ, સાધનવિધિ, પાંચ ગાથાઓનો અર્થ, મંત્રના પ્રકારે, યન્ત્રના પ્રકારે, તેને પૂજનવિધિ, પ્રભાવ, પાંચ ગાથાવાળાથી. લઈને ચાર જાતના બીજા ઉવસગ્ગહરં સ્તોત્રો, તેનો અર્થ, શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામે, તેમનાં તીર્થોનો રસિક પરિચય અને અત્યુપયોગી યંત્રોનો વિશાળ સંગ્રહ, આ બધી વસ્તુથી આ કૃતિને સમૃદ્ધ બનાવવામાં આવી છે. લેખકે આ માટે પુષ્કળ પરિશ્રમ ઉકાવ્યું છે. આ
*
)