SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં સ્તોત્રની ઉત્પત્તિ ૮૫ પર્યુષણ પર્વમાં શ્રી ભદ્રબાહુ સ્વામીકૃત જે કલ્પસૂત્ર વંચાય છે, તે તેમણે રચેલા દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનને વિસ્તાર છે. પ્રાચીન કાળમાં ઐતિહાસિક સાધનો ઓછાં હતાં, એટલે આ વસ્તુ તરફ ધ્યાન ખેંચાયું ન હોય એ બનવા જોગ છે અને બીજા ભદ્રબાહુની વાત પ્રથમ ભદ્રબાહુ સાથે જોડાઈ ગઈ હોય એ સંભવિતતાને પણ નકારી કાઢવા જેવી નથી. પ્રબંધકાએ તથા આ સ્તંત્ર પરના ટીકાકારોએ આ તેત્રની ઉત્પત્તિ સંબંધમાં લગભગ ઉપર જણાવી તેવી જ હકીકત પરંપરાગત માન્યતાને આધારે કહેલી છે, પરંતુ તે પણ સાવ દોષરહિત નથી. દાખલા તરીકે કેટલાક પ્રબંધકારોએ વરાહમિહિરને પ્રતિષ્ઠાનપુરને ન માનતાં પાટલિપુત્રને માન્ય છે અને તેને સંબંધ નંદ રાજા સાથે જોડ્યો છે, તો કેટલાક પ્રબંધકારે એ તે પ્રતિષ્ઠાનપુરના રાજા જિતશત્રુને પુરોહિત થયો, એમ જણાવ્યું છે. ખરી હકીક્ત તે એ છે કે જે કૃતિઓ પરંપરાએ તેમની પાસે આવી હતી, તેને તેમણે અક્ષરાંકિત કરેલી છે અને એ શ્રુતિઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોવાથી તેમનાં વર્ણનમાં આ પ્રકારની ભિન્નતાઓ દેખાય છે. ઉપાસકની દૃષ્ટિએ તે આ કૃતિ પ્રથમ ભદ્રબાહુની હેય કે બીજા ભદ્રબાહુની હોય એ બહુ મહત્વની વાત નથી. તે એક શ્રુતસ્થવિર મંત્રવાદી મહાત્માની કૃતિ છે અને મહા પ્રાભાવિક છે, એ હકીકત જ મહત્વની છે. તે અંગે વધારે વિવાદ કરવાથી શું?
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy