________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
દક્ષાથી ચોરાશીમા દિવસે પ્રભુ વારાણસી આવ્યા અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં ધાતકી વૃક્ષની નીચે કાર્યોત્સર્ગ અવસ્થાએ ધ્યાન ધરવા લાગ્યા. તે વખતે તેમને કાલેકને પ્રકાશ કરનારું એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેઓ “જિન” બન્યા, “અહં” બન્યા.
અનુક્રમે તેમણે ધર્મની દેશના દીધી. તે સાંભળી અશ્વસેન રાજા પ્રતિબંધ પામ્યા અને તેમણે પોતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્ય સેંપી દીક્ષા લીધી.
વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની દેશનાથી પ્રતિ બોધ પામી, દીક્ષા ગ્રહણ કરી. ઘણું પુરુષ તથા સ્ત્રીઓએ શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. આ રીતે સાધુ-સાધ્વી, શ્રાવક . અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ કે જેને સામાન્ય રીતે તીર્થ કહેવામાં આવે છે. તીર્થને કરનારાસ્થાપનારા તે તીર્થકર, એ રીતે શ્રી પાર્શ્વનાથ ભગવાન ત્રેવીસમા તીર્થંકર ગણાયા. તેમને આર્યદત્ત વગેરે દશ ગણધરે થયા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રભાવ અલૌકિક હતું. તેમનાં નામ માત્રથી જ લેકનાં મનવાંછિત પૂર્ણ થતાં. એટલે તેઓ પુરુષાદાનીય (પુરિસાદાણી) કહેવાયા. પુરુષાદાનીય એટલે નામ લેવા લાયક પવિત્ર પુરુષ
શ્રી પાર્શ્વનાથે ૭૦ વર્ષ સુધી ભારતવર્ષની પ્રજાને ધર્મને ઉપદેશ આપતા એક નવો જ ધર્મયુગ નિર્માણ થયે અને અનેક રાજામહારાજાઓ, અનેક શેઠ-શાહુકારે તથા સંખ્યા