________________
મંગલ અને અભિધેય
कान्ताराच्च महाभयाच्च सततं धर्मः परित्रायते, धर्मः सम्यगुपासितो भवति हि स्वर्गापवर्गप्रदः॥
“ધર્મથી ઊંચા કુળમાં જન્મ થાય છે, પાંચેય ઇન્દ્રિયેની પૂર્ણતા પ્રાપ્ત થાય છે, તથા સૌભાગ્ય, આયુષ્ય અને બલની પ્રાપ્તિ થાય છે. વળી ધર્મથી જ નિર્મલ યશ, વિદ્યા અને અર્થની સંપત્તિ પ્રાપ્ત થાય છે. તે જ રીતે ધર્મ ઘોર જંગલમાં અને કેઈપણ સ્થળે મહાન ભયે ઉપસ્થિત થયે રક્ષણ કરે છે. ખરેખર ! આવા ધર્મની આરાધના જે સમ્યફ પ્રકારે કરવામાં આવે તે તે સ્વર્ગ અને મોક્ષનું સુખ આપી શકે છે.”
અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે મંગલ વડે સર્વનું હિત સધાય છે, એટલે મંગલાચરણ કરનારને ધર્મની પ્રાપ્તિ થાય છે અને તેને સાંભળનાર-વાંચનાર સર્વના મનમાં શુભ ભાવ ઉત્પન્ન થતાં તેમનું પણ કલ્યાણ થાય છે.
આ રીતે ઈષ્ટદેવને નમસ્કાર કરવારૂપ મંગલાચરણને મહા મહિમા હોવાથી આ ગ્રન્થરચનાના આરંભે અમે તેને આશ્રય લીધો છે અને કૃતાર્થતા અનુભવી છે.
અહીં કેઈ પાકને પ્રશ્ન થશે કે “ઈષ્ટદેવને નમસ્કાર કરવાથી આટલા બધા લાભે શી રીતે થાય?” તેનો ઉત્તર એ છે કે ઈષ્ટદેવને શુદ્ધ ભાવે કરતે નમસ્કાર કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ કે ચિંતામણિરત્નથી પણ અધિક છે, એટલે તેના દ્વારા આ સર્વ લાભ થવાની સંભાવના છે. શામાં તે એમ પણ કહ્યું છે કે