SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પુત્ર થયા. એકવાર એવુ બન્યું કે એક ઘેાડા પર સવારી કરીને રાજા નગર બહાર નીકળ્યે ત્યાં એ ઘેાડા અશિક્ષિત નીકળ્યા, તે એકાએક જંગલના માગે દોડચો. રાજાના માણસા જોતા રહી ગયા, અરે ઘેાડો તે રાજાને ઉપાડી કાંને કયાંય દોડયો જાય છે. રાજા ઘણાય એને રોકવા જાય છે, પણ અશિક્ષિત તે રોકાય શાને ? માણસનું મન પણ આવું જ છે. જો એ તત્ત્વથી સારી રીતે સુશિક્ષિત નથી, તો અનિચ્છનીય વિકલ્પોના જંગલી જેવા માગે દોડયું જાય છે. નવકારવાળી ગણતાં કે ધ ક્રયા કરતાં આ અનુભવ છે ને ? મનને ઘણુંય જાપના પઢમાં કે ક્રિયાના સૂત્રમાં રોકવા જાએ, પણ ક્ષણવારમાં મન કેવુ છૂ થઈ જાય છે? કેવા કેવા અટસટ આચડકુચડ વિચારોમાં કેવુ' ઢાડયું જાય છે ? એક વસ્તુના વિચારમાંથી મીજી વસ્તુનાં વિચારમાં ને બીજીમાંથી વળી ત્રીજીના વિચારમાં......... આનુ કારણ શું? આજ કે મનને તત્ત્વની શિક્ષા આપી નથી. જાણેા છે. તત્ત્વની શિક્ષા એટલે? માત્ર કરું તત્ત્વચિંતન નહિ, કિન્તુ જીવ–અજીવ આદિ પદાર્થોનું તત્ત્વનું ક્રમસર રસમય ચિંતન એ તત્ત્વ શિક્ષા, ‘રસમય’ એટલે એવા રસભયુ` કે વચમાં બીજા ત્રીજા કોઈ વિચાર ન આવે. બીજા ત્રીજાના એવા રસ જ નહિ કે એ વચમાં વિચારમાં ઉતરી પડે. એવું રસમય તત્ત્વચિંતન પણ ક્રમબદ્ધ ચાલે, એટલે કે તત્ત્વ-ચિંતનની ગાડી ક્રમસર આગળ આગળ તત્ત્વના પદાર્થ પર ચાલતી જ જાય. એમ તત્ત્વની જેમ કોઈ મહાપુરૂષના જીવનપ્રસંગોને ક્રમસર
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy