SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા સગાં-સ્નેહી તરફથી અપમાનકારી કે કઠેર બોલ સાંભળવા મળ્યા, તે ત્યાં ચિત્તમાં તરત શું કું છે? શ્રેષભાવ? સ્વમાનહાનિનું દુઃખ ? “આ બેલનારા સારા નહિ” એ દુર્ભાવ ? શું આવું કાંક કુંરે છે કે એના બદલે “સારું છે આ મારી ભૂલ બતાવે છે, અથવા આપણી ભૂલ નથી તે મનને શું એવું થાય છે કે, “મારી નબળી પુણ્યાઈ પ્રમાણે આ બરાબર છે? પૂર્વે તપસ્યા કે જિનભક્તિ એવી નહિ કરેલી એ સૂચવી મને હવે તપસ્યા અને જિનભક્તિ માટે સજાગ કરે છે તે સારું છે.” આવું સ્કુરે છે? ચિત્તને ઝોક, બુદ્ધિને વળાંક, કઈ બાજુ જાય છે એ તપાસવા જેવું છે. જે સ્વાત્મસ્થિતિ તરફ, યા મહાપુરુષનાં ઉમદા ચરિત્ર તરફ, કે આશ્રવ–સંવર તત્ત્વ તરફ બુદ્ધિ-ચિત્ત-આશય દોરતો હોય તે સમજાય કે એ બુદ્ધિમાં અતિશય ઉત્પન્ન થયે છે. બુદ્ધિ સાતિશય યાને અતિશયવાળી બની છે. સાતિશય બુદ્ધિની બલિહારી છે. મનને એ કેટલાય ખેદ-વિખવાદથી બચાવી લે છે, મનને શાંત સ્વસ્થ રાખે છે. લાખે કોડે રૂપિયાની કે મોટા સામ્રાજ્યની સંપત્તિ પર જે શાંતિ અને મસ્તતા ન મળે એ આ બુદ્ધિના અતિશય ઉપર મળે છે. આ બુદ્ધિને અતિશય શાસ્ત્રના જિનવાણીના ભાવ વારંવાર ચિંતવવા પર ઊભે થાય; કહે, દિલને જિનેક્ત ભાવેને ચિંતનથી વિધવા પર બુદ્ધિને અતિશય જનમે.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy