SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ માટે હવે એવા ખાન-પાન-કપડાં-સગવડ સામગ્રીને આગ્રહ મૂકી દેવાને તે જ આ જંગલમાં શાંતિથી રહી શકાય. એટલે એને એ ખાનપાનાદિની ચિંતા નહોતી, પણ ચિંતા શીલરક્ષાની હતી. માણસ પરદેશ કમાવા જાય છે. ત્યાં શરૂ શરૂમાં એ કયાં એવાં ખાનપાનાદિને આગ્રહ રાખે છે? સમય ઓળખી લે છે, સંયોગે ઓળખી લે છે, અને ગમે તે મળ્યું તેમાં ચલાવી લે છે. તે અશુભના ઉદયે પરિસ્થિતિ પલટાયા પછી શું આ સમજ ન હોય કે “હવે ખાનપાનાદિ પર સંયમ મૂકી દઉં ? ” ધર્મ વળી આ સમજાવે છે કે અશુભદયે તેવા વિકટ સંગપરિસ્થિતિમાં સંયમ કરવા પડે છે તે શુભને ઉદયમાં પણ આત્માના હિત માટે ખાનપાનાદિ પર સંયમ કર. જેમ અશુભના ઉદયે સંયમથી શાંતિ રહે છે, એમ શુભદયમાં પણ સંયમથી શાંતિ રહેશે. કાં કયાં સંયમ-અસંયમ ? વિષયો પર “સંયમ એટલે સંયમન,-(૧) મળી શકતા ધન-માલ વિષયે લેવા પર કાપ, (૨) મળેલા વિષયે ભેગવવા પર કાપ, અને (૩) ધન-માલ-વિષયે મેળવવાની, મળે તે લેવા-ભેગવવાની વૃત્તિ પર કાપ. ત્યારે “અસંયમ એટલે (૧) જેટલું મળે એટલું લઈ લેવું, (૨) મળેલાને પૂરે પૂરું ભેગવવું, અને (૩) મેળવવાની કે સહેજે મળતું લેવાની કે ભેગવવાની બધી છૂટ. આ થયે વિષયે અંગે સંયમ–અસંયમ. એમ કોધાદિ કષા અંગે “સંયમ એટલે એ કોધાદિ ઊઠેલા કે ઉઠતાને દબાવવા, તેમજ હવે ઊઠવા જ ન દેવા. ત્યારે “અસંયમ એટલે એ કષાયોને યથેચ્છ ઊઠવા દેવાની છૂટ રાખવી,
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy