SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ વધે. વળી આપણા સંતાન આપણામાં સેવાગુણ જુએ તે જ એને સેવાનું સકિય શિક્ષણ મળે છે; નહિતર આપણા અવિનય-સ્વાર્થોધતા વગેરે જોઈ એને એ જ શીખવાનું મળે. માટે, સંતાનના ભલાં ખાતર પણ ગુરુજનેની સેવા કીશ નહિ. (૨) શુશ્રષા :-એમ,ગુરુજનેની શુશ્રષા એટલે એમનું સાંભળવાની ઈચ્છા રાખજે; જેથી એ ઈછા હશે તે એમના ટોણાં–ડપકાના બોલ પણ હિતશિક્ષારૂપે સાંભળવાની રુચિ રહેશે; ને એ સાંભળતા કેમ નહિ થાય; ઉલટું જીવનમાં હિતની શિક્ષા વધશે તેમજ ક્ષમા–સમતા કેળવવાની તક મળશે. હે બાળા ! આ જીવનમાં હિતને ખ્યાલ વધારતા રહેવાનું છે, અને ક્ષમા સમતા-સૌમ્યતા ડગલે ને પગલે કેળવતા જવાનું છે, એથી જ જીવનની સફળતા છે; નહિતર જીવન તે અનાર્ય માણસ પણ અહિતનાં ખ્યાલે અને કેધ ધમાધમ વગેરે કરતે પણ જીવે છે; કિન્તુ એવાં મનુષ્ય જીવન સરાસર નિષ્ફળ છે. કુતરાનું જીવન પામ્યા કરતાં માનવજીવન પામીને એનામાં કઈ વિશેષતા નથી. (૩) શીલઃ “હે પતિવ્રતા ! તું શીલ બરાબર પાળજે, જેથી મન ધરપતવાળું બન્યું રહે. નહિતર કુશીલમાં તો મનનું ભૂખારવાપણું વધી જતાં એ રાક્ષસી બને છે. ભૂલીશ નહિ, આ જીવને ગમે તેટલા વિષયો મળ્યા પણ કદી તૃપ્તિ નથી થઈ. વિના સંપર્કથી તો વાસનાની આગ વધતી જાય છે, શાંતિ તૃતિ વધતી નથી. એ આગ વધતાં મન એમાં જ રક્ત રહેવાથી પછી
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy