SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ સુંદર કટિના આચરવાની સોનેરી તક મળી ગણાય, ને એથી કર્મની શૃંખલાઓ અને ભવના ફેરા કાપી શકાય; પરંતુ વક યુવાની એ શું કામ આચરે? કહે છે ને કે સીધા રહીને દૂધ ન પીએ પણ વાંકા રહીને મૂતર પીએ. યુવાની વાંકી તે દુર્લભ જન્મ અને દુર્લભ શક્તિઓ સંગોને જિન-જિનાજ્ઞાની આરાધનામાં લેખે લગાડવા ન દે. પણ હલાહલ-વિષથી ભયંકર એવા વિષયમાં હોમાવી દારૂડિયા જેવી પાપલ દશા ઊભી કરે ! અને પરલોકે ભયંકર દુર્ગતિઓમાં ભટકતા રહેવાનું ઊભું કરી આપે ! પરંતુ ાંક જીવને ભાન નથી કે “આ યુવાનીના ગોઝારા તોફાનમાં ચો છે, પણ એ યુવાની રહેવાની કેટલી? હમણ જોતજોતામાં એ ચાલી જવાની, અને એની સાથે આરાધનાની થનમનતી શક્તિઓ પલાયન!” આ ભાન નહિ, એટલે યુવાનીને વશ રાખી યુવાનીને સદુપયોગ કરી લેવાને બદલે પોતે યુવાનીને જ વશ બની જાય છે, અને એ પરવશતામાં પછી ઈદ્રિ અને વિષયેની ગુલામી ઉઠાવે છે. ત્યાં પછી ગમે તેટલાં કષ્ટ ઉઠાવવા પડે તે જીવ તૈયાર ! કેવી ઘેલછા ! ઉખડેલ કન્યાને પરણનારે કે નિલ જજ ગુલામ? : જેમકે, કઈ કરોડપતિ પિતાની બહુ વહાલી પણ ઊખડેલ કન્યાને પરણાવવા શરત મૂકે કે “ આને પરણાવીને દશ લાખ રૂપિયાને દાયજો આપું, ફેફટરીમાં ભાગ આપું,
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy