SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ અગ્નિનું દિવ્ય કરાવતાં એ એમાં ક્ષેમકુશળ પાસ થયા ત્યારે પિતાના અપકૃત્યથી ભારે દિલવાળા રામ સીતાને કહે છે – દેવી ! મારા લીધે તમારે આટલું બધું કષ્ટ પડયું તેનું મને બહુ દુઃખ થાય છે, ક્ષમા કરજે.” સીતા રામથી જ બચાવ માને છે – એ વખતે જુઓ સીતાજી શબ્દને ચમત્કાર કે સરજે છે ! એ કહે છે,–“નાથ ! આ શું બોલે છે ? તમારાથી મને કષ્ટ ? ના, ના, તમારાથી મને કષ્ટ નહિ, કિન્તુ જબરદસ્ત બચાવ મળેલ છે. જુઓ (૧) તમે જ મારા દિલમાં હતા અને બીજે કઈ પુરુષ નહિ, તેથી જ મને ભરજંગલમાં ધર્મને ભાઈ મળે અને એણે આશ્રય આપતાં સુખે સુખે આ તમારાં બે રત્નનો જન્મ થયો અને એ ઊછરી મોટા થઈ ગયા. (૨) એમ, નાથ ! તમે જ મારા દિલમાં હતા પણ અન્ય કઈ પુરુષ નહિ તેથી જ આ અગ્નિની ખાઈ પાણીનું સરવર બની ગઈ તમારા બદલે જે બીજે પુરુષ મારા દિલમાં હોત તો શું એની મજાલ હતી કે એ અગ્નિને પાણી બનાવી દે ? એ તો આપ જ દિલમાં હતા એટલે આમ બન્યું. માટે આપનાથી તે મને કષ્ટ નહિ, પણ ભારે બચાવ મળેલ છે ! પછી આપને શાનું દુઃખ કરવાનું હોય ? કે શેની ક્ષમા માગવાની હોય ? આપ તો મારા ઉપકારી છે.” શબ્દને ચમત્કાર કે? સીતાજીના આ શબ્દોએ રામચંદ્રજીના દિલને શેક મિટાવી ભારે દિલને ફેરું
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy