SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ મારા કબજામાં નથી રાખી શકો? કામ કશું સરતું નથી, ઉલટું પાછળથી ચિત્ત બળતરામાં પડે છે. છતાં મારી આ ઘેલછા? આ મુડદાલગીરી? કેટલા કાળ માટે? જીવવાનું છે કેટલું થોડું ? એમાં આ જનમ-જનમ ચાલે એવા કુસંસ્કારના થેક ઊભા કરનારા આંખના નાચ શા સારુ?”. એમ મનને ભારે ખટકે થાય. એવું બીજી પણ સત્વહીનતા માટે, (૨) આ ખટકે થયા કરે એના પર હવે બીજા પગથિયા તરીકે આંખ વગેરેના સંયમ માટે પૂર્વના મહાપુના અને સતીઓનાં જીવનપ્રસંગો વારંવાર વિચારતા રહેવાય. એ વિચારતાં મનને એમ થાય કે, “એમણે જ્યારે વિકટમાં વિકટ સંગો આવી પડવા છતાં, અથવા મહાપ્રભને ઊભા થવા છતાં, શીલ–સદાચાર–સન્માર્ગની મર્યાદાઓથી લેશમાત્ર પણ ચલિત ન થવાના સત્ત્વ દાખવ્યાં, તે હું સામાન્ય પ્રસંગે કે પ્રલોભનેમાં બચવા કેમ એવું સત્ત્વ ન કેળવું ?” .....આવા વિચારથી સવહીનતા કપાતી આવે, સત્વ પ્રગટાવતા રહેવાય. જુઓ શ્રીમહાવીર ભગવાન, શાલિભદ્ર, જંબૂકુમાર સનસ્કુમાર ચકવત, સીતાજી, ચંદનબાળ વગેરેના સત્ત્વના દાખલા કયાં ઓછા છે? એમણે કેવા સંગમાં પણ કેવા મહાસંયમ અને કેવી ધીરતા–પ્રસન્નતા-સહિષ્ણુતા રાખેલી? ચિત્તમાં આનાં વારંવાર મનન સાથે મંથન ચાલ્યા કરે તો શું આપણા અંતરમાં છૂપાયેલ સર્વ જરાય સળવળે નહિ? બહાર પ્રગટ થાય નહિ? પરંતુ વાત એ છે કે મનમાં
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy