SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કુલપતિના તપોવનમાં જઈ તાપસ તાપસી તરીકે દાખલ થઈ ગયા. કયાં મોટા મહારાજા-મહારાણી તરીકેનું રાજમહેલવાસી જીવન? અને કયાં અહીં તાપસ ને તાપસીપણાનું વનવાસનું જીવન ? આ વનવાસનું જીવન એટલે તો મહેલવાસની બધી જ સુંવાળી અનુકૂળતાએ વિનાનું જીવન. ભેજન કેટલીવાર? ભેજનમાં શું ? વાહન કયાં? શમ્યા કેવી ? આટલું ગજબ પરિવર્તન એકાએક અપનાવી શકાય ? સાંભળતાં મનને ગભરામણ થાય છે ને કે “હાય બાપ! આટલે બધે ત્યાગ એકદમ શી રીતે અપનાવાય ?” પણ નજર સામે જુએ છે ને કે બધી ય સારી મજેની સુખસગવડ એકાએક છેડીને માણસ મરે છે ખરો કે નહિં? ત્યારે શું એને માટે પરફેકમાં આવું બધું સુંવાળું તૈયાર કરી મૂકેલું છે? એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચગતિ સુધીના અવતારમાં તે ભારી દુઃખનાં પિટલાં ખડકાયેલાં પડ્યાં છે. નારકીમાં ત્રાસ–રિબામણને પાર નથી. માનવ અવતારે પણ પહેલાં તો નવ માસની ગર્ભની કેદમાં પૂરાવું પડે છે. ત્યારે દેવતાઈ અવતારે કદાચ સુખ ગણે, પણ તે મળ ક્યાં રે પડે છે ? માણસ જે પહેલેકનાં આ દુઃખોને વિચાર કરે એને નજર સામે તરવરતાં રાખે, તે વર્તમાન જીવન જીવતે જીવતે રાજશાહી પણ સુખ-સગવડના ત્યાગ પર “હાય બાપ! આવું કેમ છેડાય ?” એવી ગભરામણ કરવાનું ન થાય. અરે ! કર્મ રુઠે છે ત્યારે આ જ જીવનમાં સુખ-સગવડ ખૂંચવાઈ જઈ ક્યાં દુખિત દરિદ્ર અવસ્થા નથી આવતી ? એ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy