SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાનના અભ્યાસ ૪૧૧ હવે ત્રીજા વિપાકવિયધમ ધ્યાન પર આવીએ. તે અંગે ધ્યાનદીપિકામાં કહ્યું છે કે : चतुर्धा कर्मबन्धेन, शुमेनाप्यशुभेन वा । विपाकः कर्मनां जीवैर्भुज्यमानो विचिन्त्यते ॥ 6 શુભ અને અશુભ ચાર પ્રકારનાં કમ`બંધન વડે જીવા કર્મીના વિપાક ભોગવી રહ્યા છે, તેનું વિશિષ્ટ ચિંતન કરવુ ( એ વિષાકવિચયધમ ધ્યાન છે. ) તાત્પર્ય કે આ ધ્યાનમાં કના મધ અને તેનાં ફૂલ સંબંધી મુખ્ય વિચારણા કરવાની છે. અહીં પ્રાસંગિક એટલું જણાવી દઈ એ કે જૈન તત્ત્વજ્ઞાનમાં કર્મવાદ ઘણુ અગત્યનું સ્થાન ધરાવે છે. તેણે જગત અને જીવનનાં ઘણાં રહસ્યાના ઉકેલ તેના દ્વારા જ કરેલો છે. દાખલા તરીકે આ જગતમાં એક રાજા છે, તા બીજો રંક છે; એક શ્રીમંત છે, તે ખીજે ભીખારી છે; એક નીરોગી છે, તે બીજો રોગી છે; એક વિદ્વાન છે, તા બીજો મૂર્ખ છે; એક સ` વાતે સુખી છે, તેા બીજો દરેક વાતે દુઃખી છે. શરીર, રૂપ, રંગ, ખેલીચાલી વગેરેમાં પણ જુદી જુદી પરિસ્થિતિ જોવામાં આવે છે. હવે કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી, એટલે આ વિષમતા કે વિચિત્રતાનું પણ કંઈક કારણ હાવું જોઇએ. એ કારણ તરીકે તેણે કમ ની રજૂઆત કરી છે. તે જ રીતે આપણે જીવ કે આત્માના સ્વતંત્ર અસ્તિ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy